*300 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મેળો નહીં યોજાય..અંબાજી મંદિર ખાતે સહસ્ત્ર નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો*

(રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે સહસ્ત્ર નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો. મંદિર દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી. મંદિર સંકુલ ખાતે ભક્તો વિના હવન શાળામાં સહસ્ત્ર હવન શરૂ થયો અને લાઈવ ટેલિકાસ્ટ પણ ચાલુ થયું. અંબાજી મંદિર ના વહીવટદાર ના હસ્તે પ્રારંભ થયો હતો સાથે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર પણ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર થી ભક્તો માટે ખોલવામાં આવશે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો યોજાશે નહીં.