*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*🌹તા. 18/08/2020- 🌹*
* *મંગળવાર*
*દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં*
રાજકોટ. રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. આ સેન્ટરને મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લુ મૂક્યું હતુ અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેમને સાજા કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સેન્ટરમાં 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ છે. 5 સ્ટાર હોટલમાં હોય તેવા બેડ, સોફા, ખુરશીઓ, ટીવી, ટેલિફોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે
**
*વડોદરામાં સૌપ્રથમ ઓટોમેટિક રેલ વોશિંગ પ્લાન્ટની શરૂઆત*
રેલવે સ્ટેશન પર રાજ્યના સૌથી પહેલા ઓટોમેટિક રેલ કોચ વોશિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં માત્ર 10 મિનિટમાં જ આખી ટ્રેન ધોવાઇ જશે. મહત્વની વાત એ છે કે, આ કોચ વોશિંગ સિસ્ટમથી એક ટ્રેનને ધોવા પાછળ ફક્ત 20 ટકા જ નવા પાણીનો ઉપયોગ કરશે, જ્યારે બાકીના 80 ટકા પાણીને રિસાયકલ કરી ઉપયોગ કરવામાં આવશે.10 મિનિટમાં જ 24 કોચની ટ્રેનને
વોશ કરી શકશે ઓટોમેટિક રેલ વોશિંગ પ્લાન્ટમાં ટેન ધોવાની પ્રક્રિયા
**
*હજી સસ્તુ થશે સોનું*
હવે સોનાના ભાગ ગગળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ગિરાવટ બાદ ઘરેલૂ બજારમાં ગિરાવટ આવી રહી છે.સોનાની કિંમતમાં ગિરાવટ સોનાની કિંમતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.પાછલા અઠવાડિયાના મુકાબલે સોનાની કિંમતમાં ભારે ગિરાવટ આવી છે. બજાર જાણકારો મુજબ આગામી દિવસોમાં સોનાના ભાવ 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પડી શકે છે
**
*5 કરોડ નવી નોકરી પેદા થશે- ગડકરી*
સ્વાવલંબન ઈ સમિટ 2020માં ગડકરીએ કહ્યું કે આપણા દેશમાં વિકાસના મામલે સેક્ટરનું જબરું યોગદાન છે.હજી જીડીપી ગ્રોથ રેટમાંથી 30 ટકા આવક સેક્ટરથી થાય છે. એક્સપોર્ટના મામલે 48 ટકા યોગદાન રહે છે. અત્યાર સુધી આ સેક્ટરમાં અમે 11 કરોડ નોકરી પેદા કરી છે.તેમણે આગળ કહ્યું કે મારો વિશ્વાસ અને વિચાર છે કે આગામી પાંચ વર્ષમાં તેને વધારી ઓછામાં ઓછા 30 ટકા ગ્રોથ રેટને 50 ટકા, 40 ટકા નિકાસને 60 ટકા કરીએ અને 5 કરોડ નવી નોકરીઓ પેદા થાય
**
*અમદાવાદમાં બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું*
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું છે. બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી તેમાં બોગસ સ્ટેમ્પિંગ કરાયો હોવાની હકીકત બહાર આવતા પોલીસે ધાર્મિક પટેલ નામના એક શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સ પાસે પોર્ટુગીઝનો બનાવટી પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
**
*ટ્રેનની ટિકિટ પર 50 ટકા છૂટ*
મોટા ભાગના લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, જો તમે પણ કરો છો આ આર્ટિકલ તમારા માટે છે. ભારતીય રેલવે મેલ, એક્સપ્રેસ, રાજધાની, શતાપ્દી, જન શતાબ્દી, દુરંતો જેવી ટ્રેનના ભાડા પર છૂટ આપે છે.જો પુરુષની ઉંમર 60 વર્ષ અને મહિલાની ઉંમર 58 વર્ષ હોય તો તેમને ટ્રેન ભાડામાં ડિસ્કાઉન્ટ મળે છે. IRCTCના નિયમ પ્રમાણે પુરુષોને 40 ટકા અને મહિલાઓને 50 ટકા છૂટ મળે છે.ફાયદો લેવા માટે આઈડી કાર્ડ છે જરૂરી
**
*ઉકાઇનો રંગીન નજારો ડેમ 335 ફૂટ નજીક*
સુરત. ઉકાઇ ડેમમાંથી 98 હજાર ક્યુસેક પાણી છોડાતા તાપી બે કાંઠે વહેતી થઇ હતી. ઉપરવાસમાં 125 મીમી વરસાદના લીધે ડેમમાં દિવસભર 1 લાખથી 1.42 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. બીજી તરફ સપાટી 334 ફૂટને પાર થતાં 335 ફૂટનું રૂલ લેવલ મેઇન્ટેઇન કરવા પાણી છોડવાની માત્રા વધારાઇ છે.
**
*ચાઇનીઝ પ્રૉડક્ટ્સના વેચાણ પર વેપારીઓએ મૂક્યો પ્રતિબંધ*
મુંબઈ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સેચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારમાટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન અમારો અભિયાન ચલાવી રહ્યા છે આ અંતર્ગત કેઇટે આગામી તહેવારની સીઝનમાં ચાઇનીઝ વસ્તુઓને બદલે ભારતીય સામાનનો ઉપયોગ કરવાની અપીલ કરી છે
**
*કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાએ વાઈરલ થઈ રહેલા ઓડિયો અંગે રદિયો આપ્યો*
સુરત સતત વિવાદોમાં રહેતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા ફરી ચર્ચાએ ચડ્યા છે. જેમાં આ વખતે શિવેન્દ્ર ગુપ્તાના નામે એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હિન્દુ સનાતન ધર્મ અને બ્રહ્મચર્યથી લઈને સાધુ સંતો પર અભદ્ર ટિપ્પણી થયાનું સ્પષ્ટ થાય છે.
**
*રાજનેતાઓ પત્રકારો અને વકિલોના ફોન ટેપ કરી રહી છે સરકાર:ચંદ્રાબાબુ*
તેલંગાણાના મુખ્ય વિરોધી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની વાયએસઆર (વાયએસઆરસીપી) સરકાર વિપક્ષી પાર્ટીના નેતાઓ, એડવોકેટ, પત્રકારો અને સામાજિક કાર્યકરોના ફોન ટેપીંગ મેળવી રહી છે. આ સંદર્ભમાં તેમણે વડા પ્રધાનને પત્ર લખીને આ કેસમાં દાખલ કરવા અને ગેરકાયદેસર કૃત્યો અંગે તપાસ કરવા વિનંતી કરી છે
**
*ફુટપાથ પર ગણેશમૂર્તિના વેચાણ પર પુણેમાં પ્રતિબંધ મુકાયો*
પુણેમાં સંસ્કૃતિ નગરી પુણેમાં સાર્વજનિક ગણેશોત્સવનું અનેરું મહત્ત્વ છે.કોરોનાના સમયમાં લોકોની ગિરદી ન થાય એ માટે અહીં ફુટપાથ પર ગણેશમૂર્તિના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
**
*કૂકડો વહેલી સવારે કૂકડેકૂક બોલતો હોવાથી 15,000 નો દંડ*
પાળેલા પ્રાણીઓને તમારે કહ્યામાં રાખવા બહુ જરૂરી છે. જો ન રાખો તો એનાથી નુકસાની થઈ શકે છે.સવારે છ વાગ્યે ત્યાં સુધી બાંગ પોકારવાનું ચાલુ જ રાખતા કાકાએ કાર્લિનોને ઘણું સમજાવ્યું, પણ ભાઈસાહેબ સવારે સાડા ચાર વાગ્યે એટલે જોરથી છડી પોકારી જ લે. રોજની આ સમસ્યાથી તંગ આવી ગયેલા પાડોશીઓએ આખરે કાકાના કૂકડા વિરુદ્ધ ફરિયાદ કરી આખરે સ્થાનિક ટાઉનના મેયરે કાકાને ૨૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો. આ ઘટના ઈટલીની છે
**
*સુરતના મીઠી ખાડી વિસ્તારમાં બચાવકામગીરી હાથ ધરાઈ*
આકાશી આફતની વચ્ચે ગુજરાતના સુરતને ખાડીએ રીતસરનું ધમરોળી નાખ્યું હતું. લિંબાયત, કમરુનગર, પર્વત પાટિયા, મૉડર્ન ટાઉન વિસ્તાર, મીઠી ખાડી સહિતના વિસ્તારોમાં બે ફુટથી લઈને છાતી સુધી ખાડીના પાણી ફરી વળતાં ભારે હાલાકી સર્જાઈ હતી
**
*નડીયાદ: નેશનલ હાઈવે ગમખ્વાર અકસ્માત પાંચના મોત*
નેશનલ હાઇવે નંબર 8 પર બે કાર વચ્ચે અકસ્માત અમદાવાદના એક જ પરિવારના 4 સહિત 5 લોકોના મોત, 5ને ઈજા -ડભાણ પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના બે મહિલા, બે બાળક સહિત પાંચના મોત નીપજ્યા હતા
**
*ભારત અને યુકે જર્મની, ફ્રાન્સ વચ્ચે ‘વિસ્તારા’ની ફ્લાઇટો શરૂ થશે*
પ્રાઇવેટ કૅરિયર વિસ્તારાદ્વિપક્ષી ઍર-બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને બ્રિટન, જર્મની તથા ફ્રાન્સ વચ્ચેની ફ્લાઇટની સેવા શરૂ કરશે એવી શક્યતા છે. આ વિશે સંબંધિત દેશો સાથે કરાર થયા છે, એવું ઉડ્ડન ઉદ્યોગના સાધનોએ
**નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા*
નવસારી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે લોકમાતા નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી ભયજનક સપાટી કુદાવીને 22 ફૂટની સપાટીએ વહી રહી છે.
**
*રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને છ મહિનાનું એક્સટેન્શન*
મુખ્ય સચિવ અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે રાજ્ય સરકાર હાલના મુખ્ય સચિવનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી.
**
*સુરત SD જૈન મોર્ડન સ્કૂલ ખાતે ફી બાબતે વાલીઓનો હોબાળો*
સુરત. શહેરના વેસુ વિસ્તારમાં આવેલી એસડી જૈન મોર્ડન સ્કૂલમાં ફી બાબતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેથી સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસ બોલાવી હતી. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.
**
*આજવા ડેમમાં પાણીની આવક ઘટતા સપાટી ઘટીને 212 ફૂટ થઇ*
વડોદરા. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 17.25 ફૂટ થઇ છે. જોકે આજવા ડેમની સપાટીમાં ફરી સતત વધારો થઇ રહ્યો છે. આજવા ડેમની સપાટી 212.30થી ઘટીને 212 ફૂટ થઇ ગઇ છે.
**
*વડોદરામાં સૌપ્રથમ ઓટોમેટિક રેલ વોશિંગ પ્લાન્ટની શરૂઆત*
રેલવે સ્ટેશન પર રાજ્યના સૌથી પહેલા ઓટોમેટિક રેલ કોચ વોશિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં માત્ર 10 મિનિટમાં જ આખી ટ્રેન ધોવાઇ જશે. મહત્વની વાત એ છે કે, આ કોચ વોશિંગ સિસ્ટમથી એક ટ્રેનને ધોવા પાછળ ફક્ત 20 ટકા જ નવા પાણીનો ઉપયોગ કરશે, જ્યારે બાકીના 80 ટકા પાણીને રિસાયકલ કરી ઉપયોગ કરવામાં આવશે.10 મિનિટમાં જ 24 કોચની ટ્રેનને વોશ કરી શકશે ઓટોમેટિક રેલ વોશિંગ પ્લાન્ટમાં ટેન ધોવાની પ્રક્રિયા
**
*પ્રિન્સિપાલનો ફોન ચોરી મહિલાઓને અશ્લીલ મેસેજ કર્યા*
ગાંધીનગર પાસેની બી.એડ કોલેજની મહિલા પ્રિન્સિપાલનો ઘરમાંથી ફોન ચોરાઈ ગયો હતો. ચોરી કરનારે મહિલાના વોટ્સએપમાંથી અન્ય યુવતીઓ તેમજ મહિલાઓને અશ્લીલ મેસેજ કરી દીધા હતા આ અંગેની જાણ મહિલા પ્રિન્સિપાલને થતા તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
**
*પદ્મ વિભૂષણ અને પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું નિધન*
કોરોનાકાળમાં એક પછી એક મહાન હસ્તીઓ વિદાય લઈ રહી છે. 2020નું વર્ષ ભારત માટે સૌથી વધુ દુ:ખદાખી સાબિત થવા જઈ રહ્યુ છે. મોનરંજન જગત હોય કે, પછી રાજકારણ કે પછી અન્ય ક્ષેત્રોમાંથી મોટી મોટી હસ્તીઓના નિધનના સમાચાર આવતા રહે છે
**
*પાટીલે કરી માલધારી સમાજના અગ્રણી સાથે મુલાકાત*
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગાંધીનગર કમલમમાં માલધારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. માલધારી સમાજના આગેવાન માવજીભાઈ દેસાઈ સહિતના 100 જેટલા માલધારીઓ હાજર રહ્યા હતા
**
*રાજકોટ જિલ્લામાં 25માંથી 15 ડેમ થયા ઓવરફ્લો*
મુખ્યપ્રધાન રૂપાણીએ કલેક્ટર સાથે કરી વાતરાજકોટ જિલ્લામાં 25 ડેમોમાંથી 15 ડેમો ઓવરફલો થયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટા ડેમ ભાદર ડેમની સપાટી 32 ફૂટે પહોંચી છે. ડેમની કુલ સપાટી 36 ફૂટ છે. ડેમકાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
**
*અમદાવાદ: સરખેજ વિસ્તારમાં કોંગ્રેસે કર્યુ વિરોધ પ્રદર્શન*
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય પક્ષની તૈયારી શરૂ થઈ ગઈ છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સરખેજની આઝાદ નગર, ક્રિષ્ના એવન્યુ, મધુવન સોસાયટીમાં રોડ રસ્તાની બિસ્માર હાલતના મામલે કોંગ્રેસ દ્વારા દેખાવો કરાયા હતા
**
*સરકાર ટ્રેનો માટે બદલી રહી છે નિયમો*
રેલવે દ્વારા 109 રૂટ પર 150 પ્રાઈવેટ ટ્રેન દોડાવવાની જવાબદારી ખાનગી સંચાલકોને આપવામાં આવશે. તેમને એવા સ્ટેશનોની પસંદગી કરવાની આઝાદી મળશે જ્યાં તે પોતાની ટ્રેનને હોલ્ટ માંગતા હોય. રેલવે દ્વારા આ બાબતે જારી દસ્તાવેજમાં તેની જાણકારી આપવામાં આવી છે. જો કે, પ્રાઈવેટ ટ્રેન સંચાલકોએ અગાઉથી જ આવા સ્ટેશનોની યાદી રેલવેને આપવાની રહેશે જ્યા તે હોલ્ટ કરવા માંગતા હોય. સ્ટોપેજ બાબતે અગાઉથી જ જાણ કરવાની રહેશે.