બહેનને કારણ ભાઈ ના છૂટાછેડા થઈ જતા બંને ભાઈઓએ બહેનની હત્યા કરવાનું નક્કી કર્યું
વસ્ત્રાલ સરિતા રેસીડેન્સી માંથી સૌકી ઉર્ફે મીરા હત્યા કરેલી લાશ મળી આવી હતી .જુના હત્યારાઓને ઝડપી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ આદરી હતી અને તેની હત્યા કરનાર બીજા કોઈની પરંતુ તેના બે ભાઈઓ જ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું સૌથી ઉર્ફે મીરા ના કારણે ભાઈની જિંદગીમાં તકલીફો ઊભી થતાં તેમણે બહેનનો કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું.
હત્યાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાજીજુલ ઉર્ફે સાજીત સ/ઓ અમીરઅલી શેખ ઉવ 40
રામોલ,તથા
રોજોઅલી ઉર્ફે રાજ સ/ઓ અમીરઅલી શેખ ઉવ.27 રામોલને ઝડપી લીધા હતા.
તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમની બહેન સૌકી ઉર્ફે મીરાએ ઘણા સમય પહેલા નેપાળી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેની સાથે તેનું લગ્નજીવન નહીં ટકતા સૌકી ઉર્ફે મીરા જે કામ ધંધા શરૂ કર્યા હતા તેને કારણે જોજો અને સાંજે તેમના જીવનમાં તકલીફો ઊભી થઈ હતી એક ભાઇની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી.
સૌકી ઉર્ફે મીરાએ બીજા લગ્ન પણ કર્યા તે લગ્ન પણ ભંગાણને આરે આવી ગયા હતા અને તે લગ્ન તૂટે તો આ બંને ભાઈઓના જીવનમાં વધુ તકલીફ ઉભી થાય તેવી શક્યતા હતી માટે બંને ભાઈઓએ રાખડી બંધાવવા ના બહાને સૌકી ઉર્ફે મીરાના ઘરે વસ્ત્રાલ સરિતા રેસીડેન્સી માં જઈને તેની પાસે રાખડી બંધાવી ચા-પાણી કર્યા બાદ તેની હત્યા કરી હતી અને તેના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી પાંચ લાખથી વધુનાં મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયા હતા. બન્ને ભાઈઓ સૌકી ઉર્ફે મીરાના મૃતદેહને ઘરમાં મૂકી બહારથી તાળું મારી ચાલ્યા ગયા હતા.