રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ભિખારીને માસ્ક ન પહેરવાનો દંડ કર્યો, તો ભિખારીએ ભીખ માંગીને દંડ ભર્યો.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ભિખારીને માસ્ક ન પહેરવાનો દંડ કર્યો, તો ભિખારીએ ભીખ માંગીને દંડ ભર્યો.

રીતેશ પરમાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ

અકલ્પનીય રીતે વધતો જઇ રહ્યો છે જેમાં રાજકોટમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતા સંક્રમણ કાબુમાં લેવા રાજકોટ

મ્યુનિસિપલ કમિશનર ઉદિતવ અગ્રવાલ પોતે સ્ટાફ સાથે માસ્ક ન પહેરેલા લોકો પાસે દંડ વસૂલવા બહાર આવ્યા હતા. રાજકોટનાં યાજ્ઞિક રોડ પર થી માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પર દંડ કરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ સૌ કોઈને પકડી દંડ

વસૂલવા બહાર આવ્યા હતા. રાજકોટનાં યાજ્ઞિક રોડ પર થી માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પર દંડ કરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓ સૌ કોઈને પકડી દંડ વસુલાત કરતા હતા.અને દંડની પહોંચ કમિશનર ઉદિત અગ્રવાલ જાતે બનાવતા હતા. જાણીને નવાઈ લાગશે કે આ કાર્યવાહી દરમિયાન પકડાયેલા લોકોમાં ભિક્ષુક અને મદારી પણ અડફેટે ચડ્યા, જેમાંથી કેટલાક ભિક્ષુક દંડ ભર્યા વગર ભાગી ગયા, તો કેટલા ભિક્ષુક કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ દંડ નહી વસૂલવા કગરતા રહ્યા. પણ તેમાંથી એક ભિક્ષુક બરાબરની ખુદ્દારી બનાવી હતી,દંડ ભરવા માટે પોતાની પાસે પૈસા નાં હોવા છતાં અધિકારીઓની હાજરીમાં જ ત્યાંથી ભીખ માંગવાનું શરૂ કરી દીધું ને વીસ મિનિટમાં 200 રૂપિયા એકત્ર

એકત્ર કર્યા. અને દંડ ભરીને પહોંચ પણ લઈ લીધી હતી. વાતની ચરમસીમા તો ત્યાં છે કે દંડ ભર્યા પછી એક ભિક્ષુક નજીકના મેડિકલ સ્ટોરમાંથી જઈને ચાલીસ રૂપિયાનો માસ્ક પણ લઇ આવ્યો અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ને બતાવી કાયદાનું પાલન કર્યું.