*ગુજરાત ભાજપમાં પટેલ પાવર પૂરો*
મોદી-શાહના વિશ્વાસુ, ભાજપના ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં માહેર સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનું ‘ઈન્સેન્ટિવ’
ભાજપે દક્ષિણ ગુજરાતનું બેલેન્સ વધાર્યું ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ સીઆર પાટીલને આપતાં જ જીતુ વાઘાણીને રીપીટ કરવાની ચર્ચાનો અંત આવ્યો છે. ગુજરાતના રાજકારણમાં ભાજપમાં અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો દબદબો રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી મોટેભાગે આ વિસ્તારમાંથી જ પ્રદેશ પ્રમુખ તેમજ સીએમના નામ આવ્યા છે. પંરતુ અત્યાર સુધી ભાજપને વધારે સીટો આપતા દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખની પસંદગી થતાં ભાજપે હવે બેલેન્સ કર્યું છે.
*
*PI ધવન સસ્પેન્ડ*
સુરતમાં જુગારી ઝડપાતા મહિધરપુરાના PI ધવનને સસ્પેન્ડ કર્યા
સુરતમહિધરપુરા પોલીસ સ્ટેશન હદમાં બેગમપુરા વિસ્તારના તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલના આ દરોડામાં 99 જુગારી ઝડપાયા હતા. આ જુગારધામને લઈને બેદરકારીના કારણે મહિધરપુરા પોલીસ સ્ટેશનના PI એ. આર. ધવનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
**
*હાલ ફી વસુલતી સ્કૂલો સામે પગલા લેવાશે: શિક્ષણમંત્રી*
રાજપીપળા. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 22 વર્ષથી નર્મદા જિલ્લાના ગોરા ખાતે આવેલા શૂલપાણેશ્વરમાં પૂજા કરતા આવ્યા છે. આજે સોમવતી અમાસે શિક્ષણમંત્રીએ શૂલપાણેશ્વર મંદિર ખાતે પૂજા કરી હતી. આ સમયે શિક્ષણમંત્રીએ રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની ઉતાવળ નહીં કરવાની અને ફી લેવાની વાતો કરતી સ્કૂલો સામે પગલા લેવાની વાત કરી હતી.
**
*24 જુલાઇએ ભૂકંપ આવશે તો વિનાશ થઈ જશે?*
માર્ગ દ્વારા, ઘણી ઉલ્કાઓ અવકાશમાં તૂટી જાય છે અને આસપાસ ફરે છે. ટકરાય છે ત્યારે ભૂકંપ અને તોફાન જેવા જોખમોની સંભાવના છે. એટલી જીવલેણ છે કે વિશ્વનો વિનાશ થઈ શકે છે. આવા એક ગ્રહ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તે 24 જુલાઈના રોજ પૃથ્વીની નજીકમાં હશે. આ સંદર્ભમાં નાસાએ ચેતવણી જારી કરી છે.યુએસ સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા મુજબ એક ઉલ્કા પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીકથી પસાર થવા જઈ રહી છે. તેનું નામ 2020ND છે. આ ખગોળીય ઘટના 24 જુલાઇએ જોઇ શકાય છે.
**
*સેનિટાઇઝર કૌભાંડના પર્દાફાશ*
સેનેટાઇઝર કૌભાંડ અંગેનો પર્દાફાશ કર્યા બાદ રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરના પદેથી ડૉ.સુમન રત્નમને હટાવી દીધા છે અને હવે ડૉ.નવનાથ કોંડીબા ગવહરેને વધારાનો ચાર્જ સોંપાયો છે.
**
*મહેસાણા દૂધ સાગે ડેરીનું વધુ એક કૌભાંડ*
દૂધ સાગે ડેરીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સાગરદાણ બાદ મહેસાણા દૂધ સાગર ડેરીનું ઘી કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણા સહિત રાજસ્થાનનું દૂધ એકત્રિત કરીને રાજસ્થાનના ડુંડુંની ખાનગી ડેરીમાં ઘી બનાવીને મહેસાણા લાવવામાં આવતું હતું. સાગર ડેરીના ઘીના ટેન્કરમાં લેબોટરરી ટેસ્ટમાં 16% પામોલિન તેલ મળતા ફેડરેશને નોટિસ અને જવાબ માગ્યો છે.
**
*સિવિલ હોસ્પિટલ બની અસામાજિક તત્વોનો અડ્ડો*
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક યુવતીને માર મારતો વીડિયો સામે આવ્યો છે. જાહેરમાં એક યુવક યુવતીને સિવિલ ચેમ્બર આગળ જ માર મારતો હતો. તો અન્ય એક યુવક સિવિલમાં યુવતીની છેડતી કરતાં ઝડપાયો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે.
**
*દાંતા તાલુકામાં બોગસ ડોકટરનો રાફડો ફાટયો*
દાંતા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીની રહેમનજર હેઠળ દાંતા તાલુકામાં બોગસ ડોકટરનો રાફડો ફાટયો હોવાના ગંભીર આક્ષેપ થયા છે. કુવારસી ગામે એક જાગૃત નાગરીકે બોગસ ડોકટરને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીને રજૂઆત કરાતા તાલુકા આરોગ્ય અધિકારી ભડ્કયા હતા. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીની કામગીરી સામે પણ સવાલો સર્જાયા છે
**
*ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર*
22 ઓગષ્ટના રોજ યોજાનારી પરીક્ષા હવે 24 ઓગષ્ટથી યોજાશે અગાઉ આ પરીક્ષા 30 જુલાઈના રોજ યોજાનારી હતી પરીક્ષાની તારીખમાં ફેર કરીને તારીખ 22 ઓગષ્ટ નક્કી કરાઈ હતી ગૃપએમાં 49888 ગૃપ બીમાં 75519 અને ગૃપ એબીમાં 374 વિદ્યાર્થીઓ આપનારા છે પરીક્ષા કુલ 125781 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
**
*કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી આ વિધાનસભા બેઠક*
95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં વિધાનસભાની ૧ બેઠક પર ચૂંટણી યોજાશે આ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે વર્ષ ૨૦૦૭માં એક વાર ડાંગની જનતાએ ભાજપના નેતા તરીકે વિજય પટેલને વિજેતા બનાવ્યા હતા જોકે 5 વર્ષમાં ધારાસભ્ય તરીકે ખુબ જ વિવાદમાં રહ્યા અને તેમનાં ઉપર મનરેગા યોજનામાં મોટો ભ્રષ્ટાચાર કરવાનો આરોપને લીધે ૨૦૧૨માં ફરી જનતાએ કોંગ્રેસનાં ઉમેદવાર મંગળ ગાવિતને પસંદ કરી હતી.
**
*ભરત સોલંકીનો રિપોર્ટ નેગેટિવ*
ભરત સોલંકીનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો થયો છે અને હવે તેમને વેન્ટિલેટરમાંથી બહાર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભરત સોલંકીની સારવાર ચાલી રહી છે.
**
*ચાર કલાક ટીવી ઘરે બેઠા લાખો રૂપિયા કમાઓની લાલચમાં લાખો ગુમાવ્યા*
દરરોજ ચાર કલાક ટીવી જુઓ અને ઘરે બેઠા લાખો રૂપિયા કમાઓ તેવી લાલચ આપીને કેટલાક શખ્સે 88 લોકો સાથે 75 લાખની ઠગાઈ કરી. અમદાવાદના એસજી હાઇવે પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં બે વર્ષ પહેલા ગોરખધંધા શરૂ થયા હતા અમદાવાદના ચાંદખેડામાં પહેતા પ્રશાંત વૈદ્ય નામના વ્યક્તિએ ફ્રેન્ચાઇઝી લીધી હતી.
**
*ગેહલોત સરકારનો મોટો નિર્ણય CBIને ડાયરેક્ટ એન્ટ્રી નહીં*
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ગેહલોત સરકારે સીબીઆઈને લઈ મોટો નિર્ણય કર્યો છે. હવે રાજસ્થાનમાં સીબીઆઈ ડાયરેક્ટ કોઈ પણ મામલાની તપાસ કરી શકશે નહીં. સીબીઆઈને તપાસ માટે પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકારે ગૃહ વિભાગને આ સંબંધિત એક સૂચના પત્ર પણ આપ્યુ છે.
**
*ઇન્જેક્શન કૌભાંડ મામલે નિલેશ લાલીવાલાએ કર્યો ખુલાસો*
નિલેશ લાલીવાલાએ ખુલાસો કર્યો છે કે હર્ષ ઠાકોરે મારી પાસેથી ખોટું બોલીને મટીરીયલ લીધું હું નિર્દોષ છું. હર્ષ ઠાકોર મને ફસાવી રહ્યો છે. તે મને 6 મહિના પહેલા મળ્યો 9 જુલાઈના દિવસે એણે મારી પાસેથી ઇન્જેક્શનના બોક્સ લીધા કુલ 4 બોક્સ હતા જેની 1 ની કિંમત 1500 એટલે માત્ર 6000 રૂપિયા છે. હર્ષ ઠાકોરે રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગને એવું કહ્યું કે તેને મારી પાસેથી 70 હજાર રૂપિયામાં મટીરીયલ લીધું છે. મને 70 હજાર નથી મળ્યા માત્ર 6000 બિલ વગર લીધા હતા.
**
*પાટણમાં 22 થી 31 જુલાઈ સુધી ફરીવાર લોકડાઉન*
પાટણમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી સંક્રમણને રોકવા માટે પાલિકા અહીયા એક્શન મોડમાં આવી ગઈ છે. અને પાલીકા દ્વારા અહીયા 22 થી 31 જુલાઈ સુધી ફરી વાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. માત્ર સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અહીયા બજારોને ચાલુ રાખવામાં આવશે. અને પાલિકાના આ નિર્ણયને નગરજનોએ પણ સમર્થન આપ્યું છે.
**
*34 લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ*
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે ઉલ્લેખનીય છે કે શહેરની ક્રાઈમ બ્રાન્ચે 34 લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે શાહઆલમ વિસ્તારમાંથી ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપ્યુ છે. મહારાષ્ટ્રના ત્રણ આરોપીઓ ડ્રગ્સની ડિલવરી કરવા અમદાવાદ આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા ડ્રગ્સ ડીલરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા ડ્રગ્સ ડીલરોની શોધખોળ હાથ ધરવામાં આવી
**
*વાહન ડેપોમાં દારૂ પાર્ટી કરતા SMCના 10 કર્મી સસ્પેન્ડ*
સુરત. ખરવર નગર વાહન ડેપોમાં શરાબની મહેફિલ માણતા હેલ્થ વર્કર, ડ્રાઇવર, બેલદાર સહિતના કર્મીઓનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે
**
*ગુજરાતમાં વીજળીના બિલમાં થશે ઘટાડો*
વર્ષ 2018માં કોલસના ભાવમાં વધારાના કારણે વીજકંપનીઓને વધારે ટેરિફ વસૂલવાની મંજૂરી આપતો ઠરાવ રાજ્ય સરકારે રદ કર્યો છે. હવે નવાં નિર્ણય અને માર્ગદર્શિકા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થતાં ઘટાડાનો લાભ લોકોને મળશે તેવો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે લોકોને યુનિટ દીઠ 30 પૈસાનો ફાયદો થાય તેવી શક્યતા
**
*વિજય રૂપાણીએ આવાસો અને સેવાસદનનું કર્યુ ઈ-લોકાર્પણ*
ગાંધીનગર. વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાએ 18.17 કરોડના ખર્ચે નિર્માણ કરેલા 416 આવાસો અને પાટડી-દસાડા તાલુકા સેવાસદનના 9.96 કરોડના ખર્ચે નવનિર્મિત સુવિધાસભર ભવનનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી કર્યુ હતું
**
નવા સાંસદો ૨૨ જુલાઈએ શપથ લેશે*
નવી દિલ્હી: રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો બાવીસ જુલાઈએ હાઉસ ચૅમ્બરમાં શપથગ્રહણ કરશે, એમ સૂત્રો કહ્યું હતું. કોરોના વાઈરસને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થઈ શકે તે માટે પ્રથમ જ વાર શપથગ્રહણ વિધિનું હાઉસ ચૅમ્બરમાં આયોજન કરવામાં આવશે
**
બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત
**
રાજસ્થાનનું રાજકારણ : કોંગ્રેસ ધારાસભ્યનો આરોપ-પાયલટે 35 કરોડની ઓફર કરી હતી;પાયલોટનો જવાબ-દુખી છું પણ આશ્ચર્ય નથી
*સુરતમિત્ર*
જિયોમાર્ટ એપ લોન્ચ, શોપિંગ પર ફ્રી હોમ ડિલિવરી અને 5% ડિસ્કાઉન્ટની સાથે મેળવો ઓફર્સનો લાભ
**
જિયોને ટક્કર આપે છે એરટેલના 300 રૂપિયાથી પણ ઓછી કિંમતના પ્લાન, ડેટા સહિત મળે છે આ બેનિફિટ્સ
**
બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોને કોરોનાના ચેપનું જોખમ વધારે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો. વિનોદ મેઘાણી.