એક સમજવા જેવી વાત.. ..
મમ્મી, પપ્પા ઘણા વખત થી ઓફિસે એક્ટિવા કેમ નથી લઈ જતા….? રાજુ બોલ્યો
ખબર નહીં….બેટા તુજ સાંજે પૂછી લેજે…
રાજુ સાંજે રખડી ને આવ્યો…પપ્પા સોફા માં બેઠા બેઠા વિચરતા હતા….મમ્મી રસોઈ કરતી હતી…
રાજુ પોતાની મસ્તી માં આવી એક્ટિવા ની ચાવી ટેબલ ઉપર ફેંકી કહે હાય….ડેડ કેમ છો…?
મજા માં બેટા….
તારી કોલેજ ટ્યૂશન બંધ છે છતાં સવાર થી કયાં રખડતો ફરે છે..?
પપ્પા ..મિત્રો, કાર્યાલય, …સમય ક્યાં પસાર થાય છે ખબર જ નથી પડતી.
હા બેટા તે કીધું સાચું..સમય ક્યાં પસાર થાય છે..એ ખબર જ નથી પડતી.હમણાં તું ગ્રેજ્યુએટ થઈ જઈશ. પછી નોકરી માટે બજાર માં લાઈન માં ઉભા રહેવાનું…
હેં બેટા, આ કાર્યાલય વાળા તું ભણવા નું પૂરું કરીશ એટલે. નોકરી અપાવી દેશે ?
રાજુ મારી સામે જોઈ રહ્યો…
પછી વાત ને બદલતા…થોડું વિચારી ને કહે પપ્પા તમે હમણાં ઓફિસે એક્ટિવા કેમ નથી લઇ જતા….
બસ એમજ પાર્કિંગ ના પ્રોબ્લેમ..
ત્યાં અંદર સ્મિતા નો અવાજ આવ્યો….જે હોય તે સાચું કહો યુવાન છોકરો છે…સત્ય તમે નહીં સમજાવો તો કોણ સમજાવશે…
રાજુ મારી સામે ગંભીર થઈ બોલ્યો…પપ્પા હકીકત શુ છે ?
બેટા. મેં તને કોલેજ માં આવ્યો ત્યારે એક્ટિવા લઇ આપ્યું હતું..એક શરત ઉપર એક્ટિવા નો ઉપયોગ ફક્ત કોલેજે થી ઘરે અને ઘરે થી.કોલેજે…
પણ તું ઘણા વખત થી એક્ટિવા નો ઉપયોગ બેફામ કરે છે…વધતા જતા પેટ્રોલ ના ભાવ તરફ તારું ધ્યાન નથી…દર બે ત્રણ દિવસે.. પેટ્રોલ અને હાથ ખર્ચી ની રકમ તારી વધવા લાગી છે….
કોરોનાનો અને ચીન સાથે લડવાનો ખર્ચ સરકાર ક્યાંથી કાઢે જેવી દલીલ કરનારા તારા જેવા યુવાનો કોઈ દિવસ તેમના બાપા ને પૂછતાં નથી..તમે આ મોંઘવારી સામે એકલા હાથે કેવી રીતે લડો છો ?
પેટ્રોલ ના ભાવ વધે એટલે તારા મોઢા ઉપર ચિંતા ન હોય બેટા.. જેને પાકીટ માંથી કાઢી ને આપવા ના હોય તેને ચિંતા હોય…
તે કદી પૂછ્યું…
પપ્પા તમારો પગાર સમય પ્રમાણે થાય છે ?
કેટલા વર્ષ થી ઇન્ક્રિમેન્ટ નથી થયું ?
કોરોના ને કારણે તમારી કંપની ની સ્થિતિ કેવી છે ?
કોઈ પગાર કાપ કે સ્ટાફ ને છુટા કર્યા..
આવા સળગતા સવાલો ની ઘરમાં ચર્ચા કરવા ને બદલે.. રાષ્ટ્રભક્તિ ની વાતો કરે છે, સરકાર ની ચિતા કરે છે…
તમે રાષ્ટ્ર પ્રેમ એટલે નોકરી ધંધા છોડી સવાર ના રાષ્ટ્રગીત ગાવા નું એને કહો છો…
ભ્રષ્ટચાર માં ખદબદતા દેશ ના નેતાઓ ના મોઢે રાષ્ટ્ર પ્રેમ ની વાતો સાંભળી તમારા જેવા યુવાનો ઘેલા અને વેવલા વેડા કરે છે…..સવાલ દોરી લોટો લઈ ને આવેલા નેતાઓ ને કરો…આ સંપત્તિ તમને વારસામાં મળી છે ?
સરકાર પાસે આવક નહીં હોય તો જનતા ને ઊંધા લટકાડી..ટેક્ષ વસૂલ કરશે..તું અને હું ક્યાં જશું ?
આ કાર્યાલયોની તું વાતો કરે છે..મહિને કેટલા લીટર પેટ્રોલ તમને ભરાઈ આપે છે ? સ્મિતા અંદર થી બોલતી બોલતી આવી
એકે લીટર પણ નહીં. રાજુ નીચું જોઇ બોલ્યો..
તો તને શરમ આવવી જોઈએ…આવી મફત માં ચમચાગીરી કરવા મા..અહીં આ તારા પપ્પા વધતા જતા પેટ્રોલ ખર્ચ માટે તને ઘણા વખત થી કહી શકતા નથી…
એટલે તેમણે પોતાનો રસ્તો કર્યો…
બસ અને શેરિંગ રીક્ષા કરી રોજ ઓફિસેે જાય છે અને આવે છે.
તમને નોકરી કરો એવું તો માઁ બાપ ન કહે પણ સમજદારી રાખો એટલી તો અપેક્ષા રાખે કે નહીં….
સ્મિતા આગળ બોલી..બેટા વર્તમાન સ્થતિ હજુ છ મહિના ચાલી તો તેના ગંભીર પરિણામોનો આપણે બધા એ સામનો કરવો પડશે.
આ રાજકીય પક્ષો ની ચમચાગીરી માંથી બહાર આવ…
ફાલતુ માં થુંક ઉડાવી…સમય અને શક્તિ ને બરબાદ કરવા કરતાં આર્થિક પ્રવૃત્તિ તરફ તમારી સમય શક્તિનો ઉપયોગ કરો ..નહિતર ભવિષ્ય અંધકારમય બની જશે..
રાજુ ની હવા..પપ્પા કરતા.તેની.મમ્મી એ વધારે કાઢી નાખી…
રાજુ આંખ માં પાણી સાથે પપ્પા ના હાથ માં પોતાના એક્ટિવા ની ચાવી મૂકી બોલ્યો.. પપ્પા..મને માફ કરો…
તમારી અને મમ્મી ની વાત સંપૂર્ણ સાચી છે…
હું રાજકીય પક્ષો ની ચિંતા કરવા માં …મારા માઁ બાપ ની ચિતા કરવાનું ભૂલી ગયો…
પપ્પા મારુ તમને વચન…છે
આજ થી આર્થિક પ્રવૃત્તિ વગર ની બધી પ્રવૃત્તિ બંધ….મારે પણ આત્મનિર્ભર બનવું છે આ એક્ટિવા ને ત્યારે જ હું હાથ લગાવીશ જયારે હું તેની અંદર પેટ્રોલ પુરાવા માટે સમર્થ બનીશ…
ના બેટા… ફક્ત વિવેકપૂર્ણ ઉપયોગ કર.. મફત માં અપાતી સેવાની લોકો ને કદર નથી હોતી…એવી જગ્યા એ સમય શક્તિ બરબાદ ન કર જયાં તમારૂ સ્થાન દસ વર્ષ પછી પણ ત્યાંજ હોય…
તારા વ્યક્તિગત વિકાસ માટે મારી બચત ને હું વાપરી નાખતા એક મિનિટ નો પણ વિચાર નહીં કરું…પણ આવી ફાલતુ વ્યક્તિઓ પાછળ સમય અને નાણાં નો વ્યય આપના જેવી મધ્યમવર્ગીય પરિવાર ને ના પોસાય…
રાજુ ઉભો થયો…હસતા હસતા બોલ્યો પપ્પા ચિંતા ન કરો હવે.. “રાજુ બન ગયા જેન્ટલ મૅન….”
હવે રખડવા નું બંધ..ભણવા તરફ ધ્યાન…. કોમ્પિટિશન એક્ઝામની તૈયારીઓ…અને સાથે નોકરી તો ખરી હો પપ્પા…
રાજુ મને ભેટી પડ્યો….અને બોલ્યો
સોરી પપ્પા…હું મોડો નહિ.પણ સમયસર જાગ્યો છું…..
એ માટે તમારા બન્ને નો આભારી છું.