હાર્દિક પટેલ: સ્કૂલો બંધ છે તો પછી ફી કેમ લેવાય છે.

આજે હાર્દિક પટેલે અને તેની ટીમ દ્વારા સ્કૂલ ફી મુદ્દે અમદાવાદ શિક્ષણ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે.

સ્કૂલ ફી મુદ્દે હાર્દિકે કહ્યું કે, માતા-પિતા પોતાની આવકના ૮૦% રૂપિયા પોતાના બાળકને ભણાવવા માટે વાપરે છે,પરંતુ અત્યારે કામ-ધંધા બંધ છે. તેવા સંજોગો માં સરકારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોની સ્કૂલ ફી માફ કરીને સહાય આપવી જોઈએ.

આ મુદ્દે આજે હાર્દિક પટેલ અને તેના આંદોલનકારી સાથીઓ સાથે અમદાવાદ શિક્ષણ અધિકારીને લેખિત માં આવેદન આપ્યું. અને સ્કૂલો દ્વારા ચલાવવાતી ઓનલાઇન શિક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો હતો.