કોરોના ડાઉનમાં અટકી ગયેલી રિછ, દિપડાની વસતી એક દિવસ ગણતરી શરૂ કર્યા બાદ વરસાદને લીધે બંધ કરવાની વનવિભાગને ફરજ પડી.

કેવડીયા રેન્જ અને નર્મદા 2ના રેન્જમાં દીપડા અને રીંછ ની વસ્તી ગણતરી પૂર્ણ ન થઇ શકી.
વરસાદમાં પાણીના પોઇન્ટ વધી જતા ગણતરી કરવી મુશ્કેલી બનતા હવે આવતા વર્ષે મે-જૂનમાં ફરીથી વસ્તી ગણતરી કરાશે, હવે આ વર્ષે નહીં થાય – એસીએફ ટોપીયા.
વરસાદ પડી જતા પગલાના છાપના નિશાન, હગાર ના પુરાવા નાશ પામ્યા, તેમજ વરસાદના પાણીના ખાબોચિયા ભરાઈ જતા પાણી પીવાના પોઇન્ટ વધી જતાં જતી હાજરી પરની નોંધ મુશ્કેલ બની.
અધુરો રહી ગયેલો બધી રેન્જ નો ડેટા ભેગો ન કરાતા સત્તાવાર રીતે ફાઈલ આંકડા જાહેર કરી શકાયા નહીં.
રાજપીપળા, તા. 12
કોરોના લોકડાઉનમાં અટકી ગયેલી રિછ, દીપડાની વસ્તી ગણતરી નર્મદા જિલ્લામાં વન વિભાગ દ્વારા પુનઃ શરૂ કરાઇ હતી જેમાં કેવડીયા રેન્જ અને નર્મદા 2 આ રેન્જમાં, દીપડા અને રીંછ ની વસ્તી ગણતરી શરૂ કરાઇ હતી. જેમાં ત્રણ દિવસની વસ્તીગણતરીના સમગ્ર કાર્યક્રમ પર વરસાદી પાણી ફેરવી દીધું છે. નર્મદા માં વરસાદ ચાલુ થઇ જતા જંગલોમાં પણ વરસાદ થતાં ચાલુ વરસાદમાં પ્રાણીઓની વસ્તી ગણતરી થઈ શકતી નહોતી એક દિવસ ની કામગીરી બાદ વરસાદને કારણે આ ગણતરી વનવિભાગે પડતી મૂકવી પડી હતી.
આ અંગે નર્મદા વનવિભાગના એસીએફ ટોપીયા જણાવ્યું હતું કે કોરોના લોકડાઉનમાં અટકી ગયેલી અને દીપડાની વસ્તી એક દિવસની ગણતરી શરૂ કર્યા બાદ વરસાદને લીધે બંધ કરવાની વનવિભાગને ફરજ પડી છે, કેવડિયા રેન્જ અને નર્મદા 2 આ રેન્જમાં દીપડા અને રીંછ ની વસ્તી ગણતરી પૂર્ણ થઇ શકી નથી. વરસાદમાં પાણીના પોઈન્ટ વટી જતાં ગણતરી કરવી મુશ્કેલ બનતાં હવે આવતા વર્ષે મે-જૂનમાં ફરીથી ગણતરી કરાશે હવે આ વર્ષે નહીં થાય.
વરસાદ પડી જતા પગલાના છાપના નિશાન, હગાર ના પુરાવા નાશ પામ્યા, તેમજ વરસાદના પાણીના ખાબોચિયા ભરાઈ જતા પાણી પીવાના નક્કી કરેલા પોઇન્ટ વધી જતી હાજરી પરની નોંધ મુશ્કેલ બની ગઈ હતી . તેથી અધુરો રહી ગયેલો બધી રેન્જ નો ડેટા ભેગો કરી ન શકતા સત્તાવાર રીતે ફાઈલ આંકડા જાહેર કરી શક્યા નથી.
આ અંગે ફુલસર રેંજના આરએફઓ ભરતભાઈ તડવીએ જણાવ્યું હતું કે અમારા દેડિયાપાડા તાલુકાના પીપલોદ, ફુલસર અને સગાઈ ના વન વિસ્તારમાં 7 જેટલાં પાણીના પોઇન્ટ બનાવ્યા હતા, જેમાં આ પ્રાણીઓ પાણી પીવા આવે ત્યારે તેની હાજરી ઉપરાંત તેના પગલાં આ છાપ ના નિશાન, હગાર અને પ્રાણીઓના અવાજ તથા ટ્રેક કેમેરામાં દેખાઈ આવે તેમ જ પાણી પીવા આવે ત્યારે તેમની હાજરી પરથી નોંધ કરી બધી રેન્જ નો ડેટા ભેગી કરી ભેગો કરી હેડઓફીસને મોકલવામાં આપવાનો હતો, પણ વરસાદને લીધે આ કામગીરી સ્થગિત કરવી પડી હોવાનું જણાવ્યું હતું કેવડિયા, ગોરા, રાજપીપળા, સગાઈ, દેડીયાપાડા, ડુમખલ, સોરાપાડા અને સાગબારાના કર્મચારીઓ જોડાયા હતા.
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપળા
[12/06, 12:30] krishna type: ગરુડેશ્વર તાલુકા ના અંક્તેશ્વેર ગામ મા મહિલા નો કેસ પોઝિટિવ આવતા અંક્તેશ્વર ગામને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી સીલ કરાયો.
અંક્તેશ્વેર ગામમાં આવેલ નીચલા ફળીયા વિસ્તારના કુલ 18 ઘરોના 96 લોકોને આવરી લેતા વિસ્તારને સીલ કરી દેવાયો.
અંકતેશ્વરના 3 કિમીની વિસ્તારને બફર ઝોન કરાયો.
રાજપીપળા, તા. 12
ગરૂડેશ્વર તાલુકાના અંક્તેશ્વેર ગામમાં મહિલા નો કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્રે આરોગ્યલક્ષી કડક પગલાં ભરવાનું શરૂ કરી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કેટલાક કડક નિયંત્રણો લાદાયા છે. કોલોનીના કામદાર નો કેસ પોઝિટિવ આવતા નર્મદા કલેક્ટરે આ સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી કેટલાક નિયંત્રણો લાદયા છે. જેમાં વિસ્તારને અંકતેશ્વર ગામમાં આવેલ નીચલા ફળીયા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. અને પોઝિટિવ કેસ વિસ્તારને અંક્તેશ્વર ગામ માં આવેલ નીચે ફળિયા વિસ્તારના 18 ઘરોના 96 લોકોને આવરી લેતા આ વિસ્તારને પણ સીલ કરી દેવાયો છે.
એ ઉપરાંત અંકતેશ્વર ગામમાં 3 કીમીના વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. આરોગ્ય ટીમ દ્વારા પોઝિટિવ વિસ્તારના દરેક લોકોનું 100% સ્ક્રિનિંગ કરાશે. આ વિસ્તારમાં બહારની વ્યક્તિ અંદર પ્રવેશી શકશે નહીં કે અંદરની વ્યક્તિ બહાર જઈ શકશે નહીં, બફર ઝોન વિસ્તારમાં ફરજિયાત કરાયો છે.
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપળા
[12/06, 12:30] krishna type: દેડીયાપાડા તાલુકાના ગંગાપુર ત્રણ રસ્તા ખાતેથી એક્ટીવા સ્કુટર પરથી દારૂની હેરાફેરી કરી કુલ રૂ.9500 /- ની કિંમત ના દારૂ ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરતી એલસીબી પોલીસ.
ઉમરાણ ગામના યુવકને ઝડપી વિદેશી દારૂ ના ક્વાટરીયા નંગ. 130 કિંમત રૂ.6500/- તથા ટીન બિયર નંગ. 30 તથા એકટીવા મોટરસાયકલ મોબાઇલ સહિત 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો.
રાજપીપળા,તા.11
નર્મદા જિલ્લામાં લોકડાઉનમાં નર્મદા પોલીસે કડક દારૂબંધી કરી હોવા છતાં, બુટલેગરો દારૂની ખેપ મારવાનું છૂટતા નથી. તેથી દેડીયાપાડા ગંગાપુર ખાતેથી એક્ટીવા સ્કુટર પર લઇ જતા મુદ્દામાલ થતા વિદેશી દારૂના ક્વાટરીયા નંગ. 130 કિંમત રૂ.6500/- તથા ટીન બિયર નંગ. 30 તથા એકટીવા મોટરસાયકલ મોબાઇલ સહિત 40 હજારનો મુદ્દામાલ પકડી પાડી એલસીબી પોલીસે આરોપીની અટકાયત કરી છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ ના માર્ગદર્શન અને સૂચના હેઠળ એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદાએ સ્ટાફે સીએમ ગામીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા તથા એલસીબી સ્ટાફ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગંભીર ભાઈને મળેલ ચોક્કસ બાતમી આધારે ઉમરાળા ગામ નો શિવજી શિવજી ભાઈ વસાવા પોતાની સફેદ કલરની એકટીવા મોટરસાયકલ પર આગળના ભાગે વિમલ ના થેલામાં સંવિધાન તરફથી અંગ્રેજી દારૂ નહીં ડેડીયાપાડા તરફ આવતો હોવા અંગેની માહિતી મળતા એલસીબી સ્ટાફ પોલીસ સાથે ગંગાપુર ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી આ ઈસમને એકટીવા મોટર સાયકલ પરથી ઝડપી લીધો હતો જેમાં વિદેશી દારૂ ના ક્વાટરીયા નંગ. 130 કિંમત રૂ.6500/- તથા ટીન બિયર નંગ. 30 કિ રૂ. 3000 /-મળી કુલ પ્રોહી મુદ્દામાં રૂ 9500 /-તથા એકટીવા મોટરસાયકલ કિ.રૂ.30000/- મોબાઇલ નંગ -1 કિ.રૂ. 500 મળી કુલ કિ.રૂ. 40000/- ના મુદ્દામાલ સાથે અટક કરી મુદ્દામાલ ડેડીયાપાડા પોલીસને સોપી આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા