મંદિરના ઘંટની દોરી બાંધી વાંજીત્રો પણ બંધ રખાયા.
સવારે સાંજે 7 થી સાંજના 7 સુધી મંદિરોમાં વહેલી સવારથી જ દર્શને ઉમટ્યા.
રાજપીપળા હરસિધ્ધિ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, શેષનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, વિઠ્ઠલનાથજી મંદિર ઉપરાંત અન્ય મંદિરના કપાટ ખુલ્યા.
મંદિર માં પહેલી વાર મંદિરને સેનીટાઝર કરી સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક સાથે આરતી પૂજા અને બહારથી દર્શન વ્યવસ્થા કરાઈ .
પહેલીવાર ખુલેલા મંદિરો ઓછી ભીડ અને નિયંત્રણનો વચ્ચે ખુલ્યા.
રાજપીપળા, તા. 8
રાજ્ય સરકારે આજથી તમામ મંદિરો ધાર્મિક સ્થાનો ખોલવાની છૂટ આપતા આજે નર્મદા ના વડામથક ખાતે 75 દિવસના લોકડાઉન બાદ હિન્દુ દેવસ્થાન કમીટીના મુખ્ય મંદિરો માં હરસિધ્ધિ મંદિર ઉપરાંત નગરના તમામ મંદિરોના કપાટ આજે સવારે થી ખુલી ગયા હતા. જેમાં રાજપીપળા હરસિધ્ધિ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, શેષનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, વિઠ્ઠલનાથજી મંદિર ઉપરાંત અન્ય મંદિરના કપાટ ખુલ્યા હતા. આજથી મંદિરો સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં આજે રાજપીપળા મા 450 વર્ષ પુરાના હરસિદ્ધિ માતાના મંદિરે પ્રથમ દિવસે 75 દિવસ બાદ સવારે 7 વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા હતા.
જોકે આ અંગે હિન્દુ દેવસ્થાન કમીટીના ટ્રસ્ટી ભાસ્કરભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજથી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે હિન્દુ દેવસ્થાન કમીટીના તમામ મંદિરો ખોલવામાં આવ્યા છે. જો કે મંદિરમાં પહેલીવાર મંદિર અને સેનેટાઈઝડ કરી અને માસ્ક સાથે આરતી પૂજા અને ભક્તો માટે બહારથી જ દર્શનની વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં પ્રસાદ ચઢાવવામાં, હાર ચડાવવા કે સાડી, ચુંદડી વગેરે પણ ચડાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં મંદિરની બહાર પ્રસાદ કે ફૂલહારનું વેચાણ પણ બંધ રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં મંદિરમાં આરતી વખતે ઘંટારવ કે વાજિંત્રો પણ બંધ રાખવામાં આવ્યા છે.ઉપરાંત પ્રસાદ વિતરણ, જળ આચમન નો છંટકાવ કરવા પણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પૂજારી પ્રહલાદભાઈ આરતી ગર્ભગૃહમાં થી ઘંટારવ વગર કરી હતી.
એ ઉપરાંત મંદિરમાં પણ આવવા અને જવાના રસ્તા નો અલગ કરી એક્ઝિટ અને એન્ટ્રી બંને અલગ રાખવામાં આવી હતી જેથી ભક્તોની ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. મંદિરમાં તમામ ભક્તોને માસ્ક પહેરીને અને હાથ સેનેટાઈઝડ કર્યા વગર કોઈને પણ પ્રવેશ આપવા દેવામાં આવ્યો ન હતો. મંદિરના ગર્ભગૃહમાં માત્ર આઠ જણાને સોસીયલ ડીસ્ટન્ટ સાથે પૂજારીઓ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો કે આજે પહેલે દિવસે મંદિરની બહાર સોશિયાલિસ્ટ અને માત્ર સાથે સવારની પહેલી આરતી માં ભક્તોએ ભાગ લીધો હતો અને મંદિરની ગણિત દોરી બાંધી બંધ રખાયા હતા મંદિરના કર્મચારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ક્રમશઃ દર્શન માટે પ્રવેશ અપાયો હતો.
ભક્તોની સંખ્યા જૂજ જોવા મળી હતી. જેમાં નાના બાળકો અને 65 વર્ષથી વધુ વયના દર્શનાર્થીઓ પણ આવ્યા નહોતા. આમ આજે 75 દિવસ બાદ પહેલીવાર ખોલેલ મંદિરો ઓછી ભીડ અને નિયંત્રણ વચ્ચે ખુલ્યા હતા.
એ ઉપરાંત રાજપીપળાના રાજેન્દ્રનગર સોસાયટી ના રાજેશ્વર મહાદેવ મંદિર,વિશ્વેશ્વર મંદિર, બહુચરમાતા મંદિર, દત્ત મંદિર. રામજી મંદિર. હનુમાનજી તથા અન્ય મંદિરો પણ ખુલ્યા હતા. ઉપરાંત નર્મદા તટે આવેલ નાનીમોટી પનોતી, ઝૂંડા સંકટ મોચન મંદિર, ગોરાના શૂલપાણેશ્વર મંદિર, તેમજ પોઇચા નિલકંઠેશ્વર મંદિરના દ્વાર પણ ખુલ્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા