ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિદ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજરોજ નારણપુરા ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા અને જે લોકો ના ધંધા, રોજગાર, નોકરી બંધ છે તેવા લોકોના ઘર, દુકાન-કારખાના ના “લાઈટબીલ” માફી માટે જનરલ મેનેજર ને આવેદન પત્ર આપવામાં આવ્યું…