મુખ્ય સમાચાર.

*અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની મિટિંગ યોજાઈ*
*આગામી તા.૧૩-૫-૨૦૨૦ બુધવાર નારોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે ફરી એક મિટિંગ યોજાશે*
જૂનાગઢ: અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના અધ્યક્ષ આદરણીય શ્રી ભાગચંદભાઈ સુખવાણી (કાળુભાઈ) ઉપાધ્યક્ષ આદરણીય શ્રી ઈશુભાઈ જેઠવાણી, ઉપાધ્યક્ષ આદરણીય શ્રી કિશોરભાઇ મોરંઢા ઉપાધ્યક્ષ આદરણીય શ્રી લલિતભાઈ કોટક, જનરલ સેક્રેટરી આદરણીય શ્રી વાસુદેવ ગોલાણીના અધ્યક્ષા સ્થાને સ્ટેન્ડિંગ કમિટી મિટિંગનું વિડીયો કોન્ફરન્સ દ્વારા તા.૬-૫-૨૦૨૦ બુધવાર નારોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાક સુધી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના સદસ્યોએ ઓન લાઇન રહીને સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આ મિટિંગમાં ખાસ ચર્ચા કોરોના વાયરસ લઈને થઈ હતી કે
***********
*રૂપાણીને બદલે ગુજરાતના નવા સીએમ મનસુખ માંડવિયા ચર્ચાઓ વચ્ચે ખુલાસો*
ગુજરાતમાં કોરોના કેસના વિસ્ફોટ વચ્ચે નેતૃત્વ પરિવર્તનની ફરી એક વખત ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સાંસદ અને કેન્દ્ર સરકારમાં પ્રધાન મનસુખ માંડવિયાએ આ પ્રકારની તમામ અફવાઓને ફગાવી દીધી છે. મનસુખ માંડવિયાએ ટ્વીટરના માધ્યમથી પ્રતિક્રિયા આપતા કહ્યું કે માનવતા કોરોના સામે લડાઇ લડી રહી છે અને ગુજરાત પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઇ લડી રહ્યું છે. ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલાવવી એ ગુજરાતના હિતોને નુકસાન કરવાનું કૃત્ય છે.
*નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે*
આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ મક્કમતાથી લડાઈ લડી રહ્યું છે. આ સમયે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલાવવી એ ગુજરાતના હિતોને નુક્સાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી છે કે કોરોનાની સાથે અફવાથી પણ બચે. માંડવીયાની આ ટ્વીટથી ગુજરાતમાં રૂપાણી બદલાઈ રહ્યાં હોવાની બાબત પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે
************
*ભાજપનો ઝંડો ફરકાવવાની છૂટ પણ કોંગ્રેસે ત્રિરંગો લહેરાવ્યો તો ધરપકડ*
સુરતમાં શ્રમિકોને વતન મોકલવાને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પરથી શહેર કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપના ઈશારે સુરત પોલીસ કામ કરી રહી છે. શ્રમિકોને પક્ષના ખર્ચે વતન મોકલવા કોંગ્રેસના નેતા અને કાર્યકરો પહોંચ્યા ત્યારે હોબાળો થયો હતો. ત્યારે કોંગ્રેસના નેતા વસંત તોગડિયાએ જણાવ્યુ કે, પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે. આ ધટના અંગે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપને પોતાની પાર્ટીનો ઝંડો ફરકાવવાની છૂટ અને અમે કોંગ્રેસ ત્રિરંગો ફરવીએ તો અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે.
*******
*સુરતમાં વતન જવાની માંગ સાથે ફરી સેંકડો પરપ્રાંતિયો રસ્તા પર ઉતરી આવ્યા*
સુરતમાં ફરી એક વખત વતન જવાની માંગ સાથે સેંકડો પરપ્રાંતિયો રસ્તા પર ઉતરી આવ્યા છે. શહેરના લીંબાયતના ગોડાદરા વિસ્તારમાં ઝારખંડ જવાની માંગ સાથે શ્રમિકો ભેગા થયા. અંદાજે બે હજાર જેટલા શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે પોલીસ દોડી આવી અને લોકોને સમજાવ્યા બાદ મામલો થાળે પાડ્યો. ટ્રેનની ટિકિટ આવ્યા બાદ તમામને તેમના વતન મોકલવાનું પોલીસે આસ્વાસન આપ્યું
*********
*વિશાખાપટ્ટનમ ગેસકાંડ:11ના મોત*
*મોતનેભેટનારને એક કરોડ અને વેન્ટિલેટર પરના દર્દીને 10 લાખની સહાય જગનની જાહેરાત*
વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં લગબગ 2.30 વાગે એક મલ્ટીનેશનલ કેમિકલ કંપનીના પ્લાન્ટમાંથી ગેસનું ગળતર થવાને કારણે એક બાળક સહિત 11 જણના મોત થયા છે. જ્યારે 1000થી વધુ લોકો બીમાર પડી ગયાં છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણસર 6 જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે.
**********
*છત્તીસગઢની પેપર મિલમાં પણ ગેસ લીકેજ 7 મજૂર બીમાર પડ્યા*
છત્તીસગઢ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લીકેજની જીવલેણ ઘટના પછી છત્તીસગઢ રાજ્યના રાયગઢ જિલ્લામાં એક પેપર મિલમાં ગેસ ગળતની દુર્ઘટના બની છે. આ મિલમાં પણ ગેસ લીક થયો હતો, જેને કારણે ત્યાં કામ કરતા સાત મજૂર બીમાર પડી ગયા છે. રાયગઢ પોલીસે જણાવ્યું હતું કે ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. બધા મજૂરોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા મજૂરો મિલમાં એક ટેન્કને સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગેસ લીક થઈ ગયો
***********
*ડોક્ટરની ભવિષ્યવાણી જૂનમાં કોરોનાનો આતંક ટોપ પર જશે તેવી સંભાવના*
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા સહિત 3 તબીબોને અમદાવાદમાં કોરોનાની વણસતી જતી સ્થિતિનું આકલન કરી સલાહ આપવા માટે ગુજરાત મોકલવા માટે વિનંતી કરી છે. એ ગુલેરિયાએ એવું ભવિષ્ય ભાખ્યું છે કે તમે જાણશો તો ચોંકી જશો. ઈટાલી અને ચીન જેવા દેશોના અનુભવથી વિપરીત દેશભરમાં સખત લોકડાઉન વચ્ચે 40 દિવસ પછી પણ કોરોના વાયરસના કેસમાં ભારતનો ઘટાડો જોવાયો નથી
**********
*કોંગ્રેસે 1200 મજૂરોનું ભાડું ચૂકવી યુપી ટ્રેનમાં મોકલ્યા*
સુરત. કોવિડ-19ની મહામારીના નેશનલ લોકડાઉનમાં શહેરમાં ફસાયેલા મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોને એક મહિના બાદ ટ્રેનમાં ઘર જવાની મંજૂરી મળી છે. જોકે, શ્રમિકો પાસેથી ભાડું વસૂલાઈ રહ્યું છે. જેને પગલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પરપ્રાંતિય મજૂર માટે મોટો નિર્ણય લેતા ટ્રેનની ટિકિટનો ખર્ચ ઉઠાવવાની જાહેરત કરી છે. જેથી આજે શહેર કોંગ્રેસે ઉત્તર પ્રદેશ જનારા પરપ્રાતિય મંજૂરોનું લિસ્ટ બનાવીને કલેક્ટરને આપ્યું છે.
*********
*સુરતમાં એપીએમસી માર્કેટ ૭ દિવસ બંધ*
સુરત. શહેરમાં 10થી વધુ શાકભાજી વિક્રેતાઓ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. સુપર સ્પ્રેડર બનેલા શાકભાજી વિક્રેતાઓના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પાલિકા કમિશનરે શહેરને અસર કરતો મોટો નિર્ણય કર્યો છે. તા. 9 મે થી તા.14મી મે સુધી એપીએમસી તેમજ લોકલ માર્કેટમાં શાકભાજી વેચાણ કરનારા લોકો પર ફરજિયાત બંધનો આદેશ કર્યો છે
*********
*ફ્રૂટ વેચનારે ધોળકામાં 14 લોકોને સંક્રમિત કર્યા*
ધોળકામાં એક દિવસમાં 14 કોરોના પોઝિટીવ કેસો સામે આવતાં જિલ્લા વહિવડીતંત્રમાં દોડધામ મચી હતી.ઉલ્લેખનિ છે કે શહેરનાં નારોલ વિસ્તારનો કોરોના પોઝિટિવ વ્યક્તિ જેતલપુર માર્કેટમાંથી તડબૂચ ખરીદીને ધોળકા ટાઉનમાં વેચવા જતો હતો. જેના કારણે ધોળકામાં આટલી મોટી માત્રામાં સંક્રમણ થયું હોવાનું જાણવા મળે છે.
*********
*કોરોના વિરુદ્ધ આયુર્વેદઃ ભારતે શરૂ કરી ચિકિત્સકીય અજમાયશો*
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સતત વધતા સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા એના ઉપચાર માટે આયુર્વેદિક દવાઓના ઉપયોગની સંભાવના પણ ચકાસવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું છે કે અશ્વગંધા સહિત અન્ય આયુષ દવાઓની ક્લિનિકલ ટ્રાયલ આજથી શરૂ કરવામાં આવી રહી છે, જેથી આ દવાઓ કોરોના સંક્રમણને અટકાવવામાં અથવા એના ઇલાજમાં કેટલી કારગત સાબિત થાય છે એ ચકાસી શકાશે.આ ટ્રાયલ 1000 દર્દીઓ પર કરવામાં આવશે આયુષ મંત્રાલય આયુર્વેદની ચાર દવાઓ દ્વારા કોરોના દર્દીઓ પર અજમાયશ શરૂ કરશે.
*********
*લોકડાઉનમાં છૂટછાટો આપવા સામે WHOની ચેતવણી*
ન્યૂયોર્કઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દુનિયામાં અનેક દેશોએ લોકડાઉન કે તાળાબંધી લાગુ કરી છે. ભારત પણ એવા દેશોમાં સામેલ છે. ભારતમાં ગઈ 25 માર્ચથી લોકડાઉન લાગુ છે.હવે આ લોકડાઉન ઉઠાવી લેવા માટે ઘણા દેશોનાં લોકો ઉતાવળા થયા છે. અમુક દેશોમાં લોકડાઉન નિયમોમાં અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે.પરંતુ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દુનિયાના દેશોને ચેતવ્યા છે. એણે કહ્યું છે કે કોરોના વાઈરસને દુનિયાના દેશોની સરકારો હળવાશથી ન લે. જરાસરખી લાપરવાહી પણ એ દેશોને ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પાડશે એવું બની શકે છે.
*********
*સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓને લઈને બસ વતન રવાના*
લોકડાઉનમાં પરેશાન બનેલા સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને લઈને એસટીની પહેલી બસ વતન રવાના થઈ છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા ઉપડેલી પહેલી બસમાં રત્ન કલાકારો અને સૌરાષ્ટ્રના વતનીઓ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે એક બસમાં 30 મુસાફરોની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન બેરોજગારી અનુભવતા રત્ન કલાકારોએ વતન જવાની ખુશી વ્યક્ત કરી
********
*કોરોના પોઝિટીવ માટે બેડ લેવા લાઈનો હોસ્પિટલો ફૂલ 3 દિવસનું વેઇટિંગ*
મુંબઇમાં મહાનગરમાં કોવિડ-૧૯ના કેસ કૂદકેને ભૂસકે વધતા જાય છે ત્યારે આ મહામારીના પોઝિટીવ દરદીઓએ હોસ્પિટલમાં બેડ (બિછાનું) મેળવવા અદ્ધર જીવે કલાકો સુધી રાહ જોવી પડે છે. વિશેષ કરીને કોવિડ (કોરોના વાઇરસના) વધુ કેસની ભાળ લાગી છે તેવા પાલિકાના વોર્ડમાં હવે હોસ્પિટલનો બેડ મેળવવા ત્રણ દિવસ સુધીની પ્રતીક્ષા કરવી પડે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો ઉપદ્રવ શરૂ થયો તેવામાં તે બે કલાકમાં કોરોનાના દરદીને હોસ્પિટલમાં બેડ મળી જતો હતો
*********
*રાજકોટ-અમદાવાદ વચ્ચે વાહન વ્યવહાર થયો બંધ*
રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે હવે એક પછી એક કડક નિયમો લદાઈ રહ્યા છે. અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનનું અમલીકરણ માટે ફક્ત દૂધ અને દવા સિવાય તમામ વસ્તુઓનું 15 મે સુધી બંધ કર્યા પછી હવે રાજકોટ કલેક્ટરે પણ અમદાવાદ રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ આવવા જવા પર પ્રતિબંધ મુકતા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે બન્ને શહેરો વચ્ચે માત્ર એમ્બ્યુલન્સ અને મેડિકલ સેવા માટે જ પરિવહન થઈ શકશે.
*********
*દૂધ અને દવા જ વેચી શકાશે અન્યનું વેચાણ કર્યું તો 5000 થશે દંડ*
અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને કાબૂમાં લેવા માટે સરકારના આદેશને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી પંદરમી સુધી સમગ્ર શહેરમાં માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.કેટલાક વિસ્તારોમાં આનું થઈ રહ્યુ હતુ વેચાણ
કેટલાક વિસ્તારોમાં દૂધની દુકાનોમાં બિસ્કીટ, ખાખરા સહિતની અન્ય વસ્તુઓ પણ વેચવામાં આવતી હોવાનું ધ્યાને આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા આવા ડેરી પાર્લરો અને દૂધની દુકાનોના માલિકોને 1000થી લઈને 5000 સુધીના દંડ કરવામાં આવ્યા છે
*********
*બુદ્ધ માનવતાના માર્ગદર્શક હતા PM મોદી*
માનવ સેવા એ જ પ્રભુસેવા છે. માનવ સેવા માટે બધા આગળ આવે. બુદ્ધના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીલેવામાં આવે બુદ્ધે સેવાનો સંદેશો આપ્યો છે. આ સમયે આપણી આસપાસ એવા અનેક લોકોને જોઈ રહ્યા છીએ કે બીજાની સેવા માટે કોઈ દર્દીની સેવા માટે, કોઈ ગરીબને ભોજન કરાવવા, હોસ્પિટલની સફાઈ માટે, સામૂહિક વ્યવસ્થા બનાવી રાખાવા 24 કલાક કામ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ વિશ્વના દરેક ખૂણામાંજોઈ રહ્યા છે. તેઓ અભિનંદનને પાત્રછે.
**********
*બુદ્ધ વાણીનું પુનરાવર્તન પુરતુ નથી અમલ પણ કરો પીએમ મોદી પર પ્રિયંકા ગાંધીનો કટાક્ષ*
બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરૂણ સંદેશ આપ્યો છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રવાસી મજૂરોનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. આ પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે માત્ર ભગવાનની વાત દોહરાવવી પુરતી નથી. તેનો અમલ પણ કરવો જોઇએ.પ્રિયંકાએ ટ્વિટમાં લખ્યું કે શ્રમિકોને ગુજરાતથી યુપી લાવવામાં આવ્યા. અને નાણા પણ વસૂલવામાં આવ્યા. આગ્રા અને બરેલી જનારા લોકોને લખનૌ અને ગોરખપુર લઇને જઇને ઉતારી દેવામાં આવ્યા. બુદ્ધની વાણી કરૂણાની વાણી હતી. પ્રવાસી શ્રમિકોની સાથે કરૂણાભર્યો વ્યવહાર થાય અને તેમને સહારો મળે. પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું કે આપણો પ્રયાસ પ્રવાસી શ્રમિકોની સાથે સારો વ્યવહાર કરવાનો હોવો જોઇએ.
********
*જમ્મુ-કાશ્મીરમાં સેનાનું સૌથી મોટું ઓપરેશન*
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં હિઝબુલનો કમાન્ડર રીયાઝ નાઈકુ ઠાર થયો છે. કુલ છ આતંકવાદીઓને ઠાર કરાયા છે. હિઝબુલના ઓપરેશન કમાન્ડર રીયાઝ સામે સરકારે 12 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. એ છેલ્લાં આઠ વર્ષથી ફરાર હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં અવંતીપોરા વિસ્તારમાં બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
**********
*ભારતીય નૌસેના દ્વારા શરુ થયું ઓપરેશન સમુદ્ર સેતુ*
નવી દિલ્હી: વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો 8 મે થી શરુ થશે જેમાં ઈન્ડિયન નેવીના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે. આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની ‘માલે’ બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે
**********
*BSFના વધુ 85 જવાનોનો પોઝિટીવ*
બીએસફના વધુ 85 જવાનો કોવિડ-19થી સંક્રમિત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં બીએસએફના 154 કર્મચારીઓ આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે. બીએસએફના એક અધિકારીએ બુધવારે આ અંગે જાણકાર આપી. જેમાંથી 60થી વધુ એવા જવાન છે જે રાષ્ટ્રીય રાજધાનીના જામિયા અને ચાંદની મહલ વિસ્તારમાં કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ડ્યૂટી પર તહેનાત કરવામાં આવ્યા હતા.
*********
*દેશમાં દારૂની દુકાનો બહાર મોટી લાઈનો ચેન્નઇમાં ગરમાઈ રાજનીતિ*
દેશમાં ઘણા સ્થળોએ દારૂની દુકાનો ખોલી દેવામાં આવી છે. ત્યારબાદ આ દુકાનોની બહાર મોટી મોટી લાઇનો જોવા મળી રહ્યા છે. તમિલનાડુની રાજધાની ચેન્નઇમાં પણ દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ મામલે અહીં રાજનીતિ ગરમાઇ છે.વિરોધતમિલનાડુની વિરોધી પાર્ટી ડીએમકે દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડીએમકેના ચીફ એમ.કે. સ્ટાલિને હાથમાં બેનર લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનના નિયમનું પાલન કરવાની સાથે તેમના નિવાસ સ્થાનની બહાર જ સરકારના નિર્ણયની સામે વિરોધ પ્રદર્શન કર્યા.
**********
*મહારાષ્ટ્રમાં ૭ દિવસમાં ૭હજાર પોઝિટીવ કેસ સ્થિતિ અતિગંભીર*
દેશમાં કોરોનાથી સૌથી ભયાનક સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. જ્યાં મે મહિનામાં દરરોજ એક હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. આજે આ આંક 17 હજારે પહોંચવા આવ્યો છે 30મી એપ્રિલે મહારાષ્ટ્રમાં 10 હજાર કેસો હતો. મહારાષ્ટ્રમાં સ્થિતિ અતિ ગંભીર છે. મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ચેપગ્રસ્ત લોકોનો આંક રોજ વધુને વધુ નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે પણ 1233 કેસો હતા 4મે ના રોજ નવો રેકોર્ડ સર્જાતાં કોરોનાના કેસોનો આંક 1667એ પહોંચ્યો હતો. વધુ 984 લોકો કોરોનાગ્રસ્તહજુ રાજ્યમાં વધુ ૯૮૪ લોકો કોરોનાગ્રસ્ત નોંધાતા કુલ રોગગ્રસ્તોનો આંક વધુ ૧૫ હજારને આકને આંબી ગયો છે, આ સાથે ૩૪ના મરણ થયા છે એક દિવસમાં નોંધાયેલા મરણાંકમાં આ સૌથી વધુ ત્રીજો ઉંચો આંક છે.
*******
*નવા 42 કેસ નોંધાતા પોઝિટિવનો આંક 825*
*ઓડિશા હાઈકોર્ટે નેગેટિવ લોકોને જ એન્ટ્રી આપવા કહેતા ટ્રેનો રદ્દ કરાઈ*
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, નવા 42 કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 825 થઈ ગઈ છે. વધુ બેના મોતથી શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 37 થઈ ગયો છે. જ્યારે સિવિલમાં હાલ 258 દર્દીઓ કોરોના સામે જંગ લડી રહ્યા છે. જેમાંથી 20ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, 32 લોકો સાજા થતા રિકવરી આંક 389 પર પહોંચતા રાહતના સમાચાર છે. આજે નવા નોંધાયેલા કેસમાં પીપલ્સ બેંકની પાંડેસરા બ્રાંચના મેનેજર અને વરેલીમાં તોફાન મચાવનાર બે આરોપીનો પણ સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવતા પીપલ્સ બેંકની પાંડેસરા બ્રાંચ બંધ કરી દેવામાં આવી છે.
********
*દારૂબંધી અંગે શંકરસિંહ વાઘેલાએ લખેલી FB પોસ્ટ*
શંકરસિંહ વાઘેલાએ ફેસબૂક પોસ્ટ લખીને દારૂબંધીની નીતિ પર પુનર્વિચાર કરવા વિનંતિ કરી છે. તેમણે કહ્યું કે, હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો અભ્યાસ કરો.આ ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે ન તો સરદાર સાહેબ ખુશ થાય છે. ગુજરાતના તજજ્ઞ લોકો અને ગાંધીવાદી વિચારધારા વાળા મિત્રોની એક કમિટી બનાવો, કમિટી બનાવીને ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવો જોઈએ. આપણે એનો વિચાર કરીએ. આખું આજે જે ચોરી છુપીનું અને કરોડો રૂપિયાની અન્ડર ટેબલ લેવડદેવડ ચાલી રહી છે. જેથી તેમાં બુટલેગરો, જેમાં કોમી તોફાનો કરાવવા હોય, રુપિયા પડાવવા હોય તો બુટલેગરો. આ બુટલેગરો મજા કરે છે અને પ્રજા ખોટો દારુ પી ને પોતાનુ લીવર બગાડી રહ્યાં છે.
*********
*રાજ્યમાં કોરોનાના નવા 388 કેસ*
અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 388 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. તો આજે રાજ્યમાં 29 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. જેમાંથી 15 લોકોનાં મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. જ્યારે અન્ય 13 લોકોને અન્ય બીમારીઓ પણ હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1709 લોકો સાજા થયા છે. આજે 119 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસ 7013 થયા છે. જ્યારે કોરોનાને કારણે કુલ 425 લોકોનાં મોત નિપજ્યા છે.
***************
*નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ*
૨૭૫ કેસ નોંધાયા હતા. અરવલ્લીમાં 25, ભાવનગરમાં 1,દાહોદમાં 4, દેવભુમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 5, જામનગરમાં 4, ખેડામાં 3, રાજકોટમાં 2, સુરતમાં 45, વડોદરામાં 19, બનાસકાંઠામાં 3, રાજસ્થાનમાં 1, આ પ્રકારે કુલ 388 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 7013 દર્દીઓ પૈકી 26 હાલ વેન્ટિલેટર પર છે. જ્યારે 4853 સ્ટેબલ છે. 1709 લોકોને ડિસ્ચાર્જ આપવાાં આવ્યું છે અને 425 લોકોનાં મોત નિપજ્યાં છે.
***********
*અમેરિકાની ૧,૦૦૦ કંપનીઓને ચીનમાંથી સ્થળાંતર કરવા ભારત લલચાવશે*
નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર કોરોના રોગચાળા માટે બીજિંગને દોષી ગણાવી રહ્યા છે. ટ્રમ્પે કોરોના વાઇરસને પર્લ હાર્બર અને 9/11ના હુમલા કરતાં પણ જીવલેણ હુમલો ગણાવ્યો છે અને આ માટે ટ્રમ્પને ચીન માટે ભારોભાર ગુસ્સો છે. હવે બેની લડાઈંમાં ત્રીજો ફાવે એ ન્યાયે ભારત ચીનમાં રહેલી અમેરિકાની કંપનીઓને સ્થળાંતર કરવા માટે લલચાવી રહ્યું છે.
********
*ફેસબુકે બનાવી પોતાની સુપ્રીમ કોર્ટ*

નવી દિલ્હી: શું વાત કરો છો સુપ્રીમ કોર્ટ અને એ પણ ફેસબુકની? હા તમે સાચું જ સાંભળ્યું છે, ફેસબુકે પોતાની સુપ્રીમ કોર્ટ બનાવી છે. હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વધી રહેલી વિવાદિત પૉસ્ટને કન્ટ્રૉલ કરવા માટે કંપનીએ આ પગલુ ભર્યુ છે.

ફેસબુકે એક ઓવર સાઇટબોર્ડ બનાવવાની જાહેરાત કરી છે, આને ફેસુબુકની ‘સુપ્રીમ કોર્ટ’ માનવામાં આવે છે. આ બોર્ડમાં એક પૂર્વ વડાપ્રધાન, એક નૉબલ શાંતિ પુરસ્કાર વિજેતા, કેટલાક બંધારણીય કાયદાકીય વિશેષજ્ઞો અને તેમના પહેલા 20 સભ્યોના અધિકાર વકીલ સામેલ થશે, જે કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગના નિર્ણયમાં પણ ફેરફાર કરી શકવાની સત્તા ધરાવશે.

ફેસબુકનું ઓવરસાઇટ બોર્ડ એકદમ ‘સુપ્રીમ કોર્ટ’ની જેમ કામ કરશે, જેમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને હ્યૂમન રાઇટ્સના આધારે નિર્ણય લેવામાં આવશે. આ બોર્ડનો હેતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી ગંદકી (અશ્લીલ કે વિવાદિત પૉસ્ટ)ને હટાવીને એક સુંદર માહોલ બનાવવાનો છે. આ બોર્ડ બંને પ્લેટફોર્મ પર રહેલી પૉસ્ટ કે કન્ટેન્ટ પર ધ્યાન રાખશે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેવું કન્ટેન્ટ રહેશે અને કેવું નહીં એ વાતનો નિર્ણય પણ આ આ ઓવર સાઇટબોર્ડ જ કરશે. સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ, પૉસ્ટ, કોઇપણ પ્રૉફાઇલની સાથે સાથે એડ પર પણ આ બોર્ડ પોતાની નજર રાખશે.

આ ઓવરસાઇટ બોર્ડમાં 20 ખાસ લોકોને નિયુક્ત કરવામાં આવશે. જે એવા કેસોનો નિકાલ કરશે જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થતા હોય. બોર્ડની પાસે વધુમાં વધુ 90 દિવસનો સમય હશે. જોકે બોર્ડ પોતાનો નિર્ણય જલ્દી પણ લઇ શકશે, પણ આ બોર્ડ સરકારની કોઇપણ પોલીસીમાં દખલગીરી નહીં કરી શકે. હાલ આ બોર્ડ ફેસબુક અને ઇન્ટાગ્રામ માટે જ કામ કરશે. ભવિષ્યમાં કંપની આ બોર્ડનો તેમના અન્ય પ્લેટફોર્મ માટે પણ ઉપયોગમાં લઈ શકે છે.
*************