‘પૃથ્વી દિન’ અવસરે…🌎 આર્ટ. રાજેશ બારીઆ, કિશોર મકવાણા.

‘પૃથ્વી દિન’ અવસરે…🌎

નરેન્દ્રભાઇ મોદી એક કુશળ રાજકર્તા,
લોકકલ્યાણક શાસક
તો છે જ
સાથે સાથે એ લાગણીશીલ વ્યક્તિત્વથી
છલોછલ નરેન્દ્ર મોદી એક ઉત્તમ સાહિત્ય
સર્જક અને કવિ પણ છે…
અહીં એમની કલમે સર્જાએલી
એક કવિતા આજના ‘પૃથ્વી દિને’ માણીએ…

🌎પૃથ્વી આ રમ્ય છે
~~~~~~~~~~~~~~~~~
• નરેન્દ્ર મોદી

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.

લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.

આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.

સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.

માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.

ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે. Art: Rajesh Baraiya
—————————————
Thanks….kishormakwana