*બેફામ મુસાફરો ભરી ઓટો ચલાવતા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરતી શહેર ટ્રાફિક પોલીસ*

*બેફામ મુસાફરો ભરી ઓટો ચલાવતા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરતી શહેર ટ્રાફિક પોલીસ*

અમદાવાદ, સંજીવ રાજપૂત: એસ.જી.હાઈવે.૦૨.ટ્રાફીક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા એસ.જી.હાઈવે પર ખુબ જ મોટી સંખ્યામા લોકો અવરજવર કરે છે. સદર વિસ્તારમાં મોટી સંખ્યામાં કોર્પોરેટ ઓફીસ ,હોસ્પીટલ, હોટલો, કોલેજ તથા રહેણાંક વિસ્તાર આવેલો હોય તેમજ સૌરાષ્ટ્ર તરફ અને ગાંધીનગર તરફ જવાનો મુખ્ય માર્ગ આવેલ હોય લોકો કામ ધંધા અને રોજગારના સ્થળે જવા આવવા માટે આ રોડ પરથી પસાર થઈ અવર જવર કરતા હોય છે જેથી કરીને એસ.જી.હાઈવે પર વહેલી સવારથી મોડી રાત્રી સુધી માણસોની ખુબ જ મોટી માત્રામાં અવરજવર હોય છે.

જેમાં ઓટોરીક્ષા ચાલકો પોતાની ઓટોરીક્ષામાં વધુ પેસેન્જરો બેસાડી હેરાફેરી કરતા હોવાનુ ધ્યાને આવતાં અમોએ સ્ટાફના માણસો સાથે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ અલગ રીક્ષા સ્ટે‌ન્ડો ઉપર રૂબરૂમાં જઈ પેસે‌ન્જરો તથા રીક્ષા ચાલકો સાથે મીટીંગ કરેલ ત્યારબાદ રીક્ષા એસોસીયેશનના સભ્યો સાથે મીટીંગ કરેલ અને પબ્લીકમાં જાગૃતતા લાવવાના પુરતા પ્રયત્નો કરવામાં આવેલ છે.

તેમજ આ પરીસ્થિતીના નિવારણ અર્થે પબ્લીક ટ્રા‌ન્સપોર્ટની બસો વધારવા માટે લાગતા વળગતા વિભાગને પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે. તેમજ એસ.જી.હાઈવે ૦૨ ટ્રાફીક પોલીસ સ્ટેશન દ્રારા તા.૧૫/૦૬/૨૦૨૪ થી આજદીન સુધીમાં ગેરકાયદેસર પેસેન્જરો ભરી હેરાફેરી કરતા અને વધુ માત્રામાં પેસેન્જર ભરતી ઓટોરીક્ષાના ચાલકો વિરુધ્ધ નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.અને જાહેર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે કે તેઓ પોતાની સલામતી માટે પબ્લીક ટ્રાંન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે તથા આવી બિન સલામત શટલ ઓટોરીક્ષામાં સવારી ના કરે જે બાબતે સુચના કરવામાં આવે છે.

 

જેમાં વધુ પેસેન્જર ભરેલ વાહનના 958 કેસો, રોંગ સાઇડના 102 કેસ,ગેર કાયદેસર પાર્કિંગના 322 કેસ, એમ.વી.એક્ટ-૨૦૭ મુજબ ૮૨, ધી ઇ.પી.કો. કલમ- ૨૭૯ મુજબ ૯૯, ધી ઇ.પી.કો. કલમ-૨૮૩ મુજબ ૦૭, ધી ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ૧૯ કેસો કરવામાં આવ્યા છે.