*જામનગરની એમ.પી.શાહ કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો* 

*લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪*

 

*જામનગરની એમ.પી.શાહ કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો*

જામનગર, સંજીવ રાજપૂત: લોકશાહીના રાષ્ટ્રીય પર્વ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન અને મતદાર જાગૃતિ ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન(SVEEP) એક્ટીવીટી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન હેઠળ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું.

જેમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ મતદાન માટેના બોર્ડ પર પોતાના નામની સહી કરી મતદાન કરવા અંગેના સંકલ્પ લીધા હતા.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

 

*+++++*