*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૨ મું અંગદાન*

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૨ મું અંગદાન*

…..

*આ વર્ષે ગુપ્ત અંગદાન ની સિવિલ હોસ્પિટલ માં બીજી ઘટના*

 

પરીવારજનો એ કર્યો ગુપ્ત અંગદાનનો નિર્ણય

…….

*રાજસ્થાન નાં ૬૪ વર્ષીય આધેડ ને અજાણ્યા વાહને ટક્કર મારતાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં ૧૦૮ દ્રારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા*

……..

*સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો*

……..

ઉકત અંગદાન થી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું , જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા..*

………

સમાજના દરેક વ્યક્તિએ અંગદાનની જાગૃકતા માટે એકજુટ થવું પડશે-સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ રાકેશ

………

સમગ્ર વિગતો એવી છે કે , રાજસ્થાન નાં ૬૪ વર્ષના વ્યક્તિને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્રારા તારીખ ૨ ફેબ્રુઆરી નાં રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેઇન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું . જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી. તારીખ ૪ ફેબ્રુઆરી ના રોજ તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનો ને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર પોતાના સ્વજનના અંગોનું દાન કરી બીજાં ને જીવાડવા નો પુણ્યશાળી નિર્ણય કર્યો.

અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ તેમના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. જેના અંતે બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે , અંગદાન એ આજ નાં આધુનિક યુગ નુ સૌથી મહાદાન છે. સરકાર અને સમાજસેવી સંસ્થા ઓ નાં પ્રયાસો થી સમાજ માં આ અંગે ની જાગરૂકતા વધી છે પરંતુ આજ ની જીવનશૈલી ને કારણે જે રીતે વિવિઘ ઓર્ગન ફેઇલ્યોરનાં દર્દી વધી રહ્યા છે તે જોતા વઘુ માં વઘુ બ્રેઈન ડેડ દર્દી ના અંગો પ્રત્યારોપણ માટે મળી રહે તે ખુબ જ જરૂરી છે. સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકો ને

અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં હજુ વધારે ફેલાવવી પડશે જેથી કરીને કોઈ જીવિત વ્યકિત એ પોતાના ઓર્ગન ફેઈલ્યોર થી પીડાતા સ્વજનનેઅંગોનું દાન ન કરવું પડે.

……..