*પાટણના ઇતિહાસને ઉજાગર કરવા સાંસદ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરતું પુરાતત્વ વિભાગ*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત વિવિધ સમાજના જરૂરિયાત મંદોના વિવિધ ક્ષેત્રોમાં વિકાસ માટે સતત પ્રયત્નશીલ લોકસભાના પેનલ સ્પીકર શ્રેષ્ઠ સાંસદનો સતત ત્રણ વખત એવોર્ડ મેળવનાર સાંસદ ડો. કિરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકીની કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આગવી સૂઝ અને સફળ રજુઆતના કારણે અનુસુચિત જાતિના ધર્મ સ્થાનકોનો અધતન વિકાસ થઈ રહ્યો છે. સાંસદ ડો કિરીટભાઈ સોલંકીના અવિરત પ્રયાસોને કારણે પાટણ શહેર સ્થિત શ્રી વિર મેઘ માયા દેવના પવિત્ર ભૂમિમા રુપિયા ૧૧ કરોડના ખર્ચે અધતન મેમોરિયલ તૈયાર થઈ રહ્યુ છે. તેઓએ વર્ષોથી પડતર પાટણ, કાંસા ભીલડી રેલવે લાઈન શરૂ કરવામાં અગ્રીમ ફાળો આપવાની સાથે ઉત્તર ગુજરાત થી કચ્છને જોડતો પાટણ રાધનપુર બ્રોડગેજ સર્વે રેલવે લાઈન, બિકાનેર થી દાદર મુંબઈ ટ્રેન થકી પાટણની જનતાની વર્ષો જુની પાટણ મુંબઈ ટ્રેનની માંગણીને ન્યાય આપ્યો છે તો તેની સાથે ભાવનગર થી વાયા પાટણ હરિદ્વાર ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સરહદી જિલ્લા પાટણને એરપોર્ટની સુવિધા માટે પણ તેમણે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી વિજયરાજ સિધિયાને લેખિત ઉપરાંત સંસદમાં રજુઆત કરી છે. તેઓશ્રી હરહંમેશ સતતપણે પાટણનો વિકાસ નિરંતર વધતો રહે તે માટે કટિબદ્ધ રહે છે. પાટણના ઇતિહાસને ઉજાગર કરવાની સાથે પાટણનો વૈભવ ફરી એકવાર સુવર્ણકળાએ ખીલી ઊઠે તે માટે તેમજ ઐતિહાસિક ધરોહરને સંરક્ષિત કરવા માટે ડૉ. કિરીટભાઇ સોલંકીના સાસંદ કાર્યાલય, ખાનપુર અમદાવાદ ખાતેની ઓફિસએ ગુજરાત સરકાર પુરાતત્વ વિભાગ મ્યુજિયમ, પાટણના ક્યુરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા એ રૂબરૂ મુલાકાત કરીને ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણ ખાતે આવેલી ઇમારતોની સ્થિતિ અને તેને જાળવવા તેમજ હેરિટેજ વોકનું સુંદર અધતન નિર્માણ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં ડૉ. આંબેડકર અત્યોદય નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર પુરાતત્વ વિભાગ મ્યુજિયમ, પાટણના ક્યુરેટર ડૉ.મહેન્દ્રસિંહ સુરેલા એ પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી આપી હતી. પાટણના ઐતિહાસિક સ્થળોની સાથે ધાર્મિક સ્થળો, પાટણ ખાતે આવતા દેશ વિદેશના પર્યટકોને આંતરરાષ્ટ્રીય સ્તરની રહેવા જમવાની, ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ થાય તેમજ મોઢેરા, સિધ્ધપુર, બહુચરાજી, પાટણ, વડનગર, અંબાજી ટૂરિસ્ટ સર્કીટનું આયોજન કરવામાં આવે તે માટે વિશદ્ ચર્ચા કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના પનોતા પુત્ર જાગૃત સાંસદ ડો કિરીટભાઈ સોલંકીએ રાજ્ય અને કેન્દ્ર સરકારનું પાટણ જિલ્લાના ટુરિઝમને વિકસાવવા માટેની રજૂઆત કરવામા આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં નજીકના ભવિષ્યમાં જો ચાણસ્મા પાટણ રોડ નજીક પર ૬૦ થી ૭૦ હેક્ટર જમીન વહેલી તકે સંપાદિત કરીને આપવામાં આવે તો વહેલી તકે પાટણને એક અધતન એરપોર્ટની સુવિધા મળી શકે છે એમ તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.