*મોરબી યુવકને માર મારવાનો કેસ*
🔸 ‘રાણીબા’ સહિત ત્રણ આરોપીઓનું સરેન્ડર, કોર્ટમાં કરાશે રજૂ…
મોરબી: મોરબીમાં દલિત યુવાનને માર મારવાનાં કેસમાં માહિતી આવી રહી છે કે, “યુવકને માર મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા છે. વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ LCB અને ડીવાયએસપી સમક્ષ હાજર થતાં અટકાયતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેઓને કાર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે”; મહત્વનું છે કે, મોરબીમાં યુવાનને માર મારવા મામલે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ટીમો બનાવીને ધમધમાટ શરૂ કર્યો હતો.