*જામનગર ખાતે જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરાયું*

*જામનગર ખાતે જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરાયું*

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના યુવા, રમતગમત વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાત યોગાસન સ્પોર્ટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ GYSAના જનરલ સેક્રેટરીશ્રી ઉમંગભાઈના નેતૃત્વ હેઠળ જામનગર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા તારીખ 24/09/2023ના રોજ એ.કે.દોશી મહીલા કોલેજ ખાતે યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં તમામ વયજૂથમાં યોગાસનના ખેલાડીઓએ ભાગ લીધો હતો. યોગાસનના ખેલાડીઓને મેડલ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા. સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓ આવનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ ચેમ્પિયનશિપના જજ તરીકે નેશનલ કોચ દિવ્યેશભાઈ રંધોળીયા, નેશનલ કોચ અમિતભાઈ ચોકસી, ડેર બ્રીન્જલ, પુજા છૈયા રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે GYSA મેમ્બર ડો. અર્પન ભટ્ટ , સૌરાષ્ટ્ર શિવસેના પ્રમુખ દિલીપભાઈ આહીર, રમત વિકાસ અધિકારીની કચેરીથી અમિતભાઈ પંડ્યા , સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર પ્રીતીબેન શુકલ હાજર રહ્યા હતા.

 

*++++++*