*સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ મહેસાણા જિલ્લામાં પાંચ ગ્રે વોટર રીચાર્જ પ્લાન્ટ કાર્યરત*
મહેસાણા, સંજીવ રાજપૂત: રસોડા અને બાથરૂમના નીકળતા પાણીને ગ્રે વોટર કેહવાય જેને પ્લાન્ટ માં રીચાર્જ કરીને શુદ્ધ બનાવવામાં આવશે મહેસાણા જીલ્લામાં બેચરાજી મોટપ ગામે વિજાપુર તાલુકામાં લાડોલ અને સુંદરપુર, મહેસાણા માં લાંઘણજ અને પાંચોટ ખાતે ગ્રે વોટર પ્લાન્ટ બનાવીને ગ્રે વોટર ને રીચાર્જ કરી ફરી ખેતી વપરાશ માં લેવા લાયક બનાવવા પ્રયાસ હાથ ધરાયો છે.
ગામના પરિવારો દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતું લાખો લિટર પાણી ગામના તળાવમાં વહી જતું હતું. જેનાથી રોગચાળો ફાટી નીકળતો હતો. આ પાણીનો નિકાલ કરવાની તાતી જરૂરિયાત હતી. પરિણામે ગામના નાગરિકોની જાગૃતિ, હકારાત્મક અભિગમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયથી ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Grey water treatment plant)ની શરૂઆત કરવામાં આવી છે. ગ્રે-વોટરની ટ્રીટમેન્ટ કરી પાણીને ખેતી માટે વપરાશ લાયક બનાવવામાં આવશે તેમજ ભૂગર્ભજળ રિચાર્જ (Groundwater recharge) કરવામાં આવશે, જેને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પ્રાપ્ત થશે
આ પ્લાન્ટ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની માર્ગદર્શિકા મુજબ ડીવોટર્સ અને વેસ્ટ સ્ટેબિલાઈઝેશન પોન્ડ પ્લાન્ટનું મિશ્ર સ્વરૂપ છે. પ્લાન્ટમાં સરળ અને સસ્તી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની મદદથી 25 દિવસમાં અંદાજિત 5.5 થી 6 ટન જેટલું સેન્દ્રિય ખાતર ઉત્પન્ન થાય છે.સેન્દ્રિય ખાતરના વેચાણથી ગ્રામ પંચાયતને પ્રતિ માસ રૂ.40,000થી 45,000 જેટલી આવક થાય થશે, પરિણામે ગ્રામ પંચાયત આત્મનિર્ભર બનશે .પ્લાન્ટ શરૂ થવાને કારણે ગામના લોકોને રોજગારી પ્રાપ્ત થશે
ગામમાં નિર્મિત ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટની વિશેષતા એ છે કે, આ મોડલ સરળ ટેક્નોલોજી પર આધારિત છે, જેની સ્થાપના અને નિભાવણી સરળતાથી કરી શકાય છે.પ્લાન્ટ સ્થાપિત થવાથી ગામ સ્વચ્છ અને સુંદર બનશે તેમજ માસિક આવક પ્રાપ્ત થવાથી ગામ આત્મનિર્ભર પણ બનશે