આપ મહિલા વિંગ દ્વારા રક્ષાસૂત્ર કાર્યક્રમ દ્વારા રક્ષાબંધનના તહેવારની કરી ઉજવણી.
જીએનએ જૂનાગઢ: આપ પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ અને જૂનાગઢ ટીમ સાથે જૂનાગઢ ખાતે રક્ષાબંધનનો તહેવાર પાર્ટીના ભાઈઓને રાખડી બાંધી ઉજવાયો હતો.
સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે *રક્ષાસૂત્ર* પાર્ટિ પરિવારના ભાઈઓ ને બાંધીને તહેવારની ઉજવણી કરાઈ હતી.
આમ આદમી પાર્ટી પરિવારમાં દરેક જિલ્લમાં જિલ્લા મહિલા ટિમ દ્વારા જિલ્લાના દરેક હોદેદાર-કાર્યકર્તા ભાઈઓને રાખડી બાંધી AAP પાર્ટી પરિવારના ભાઈઓની રક્ષા કરવાની પ્રભુને પ્રાર્થના કરી હતી અને આ પાવન તહેવારને ઉજવવામાં આવ્યો હતો.