ઇન્ટર બટાલિયન ફાયરરિંગ સ્પર્ધામાં વિજય મેળાવતું એનસીસી 28 ગુજરાત બટાલિયન નડિયાદ
જીએનએ નડિયાદ: નડિયાદ જે જે પટેલ કોલેજ ફાયરિંગ રેન્જ ખાતે એનસીસી વલ્લભ વિદ્યાનગર ગ્રુપ દ્વારા ઇન્ટર બટાલિયન ફાયરિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધા 9મીના રોજ પૂર્ણ થઈ હતી. આ ફાયરિંગ સ્પર્ધામાં બ્રિગેડ. આશિષ રંજન, વીએસએમ, ગ્રુપ કમાન્ડર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા 28 ગુજરાત બટાલિયન નડિયાદને આ સ્પર્ધામાં વિજય થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
ઉપરાંત આ પ્રસંગે નડિયાદના ભૂતપૂર્વક સૈનિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય થયેલ વિજેતાઓને અભિનંદન પઠાવ્યા હતા. 28 ગુજરાત બટાલિયનએ ફાયરિંગની ત્રણ સ્થિતિમાં 1800 માંથી 684 પોઈન્ટ મેળવ્યા હતા અને જીત મેળવી હતી.