દાંતા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં 3 વર્ષથી ભાગતા ફરતા આરોપીને ઝડપી પડતી એલસીબી

અમિત પટેલ સાથે રાકેશ શર્મા-અંબાજી

 

જીએનએ ન્યૂઝ: જે.આર. મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે એલ.સી.બી શાખા પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી ધોબી સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી ભટ્ટ સાહેબ તથા પી.એલ આહીર તથા એમ કે સાહેબ તથા એચ કે દરજી સાહેનના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના પોલીસ કર્મચારી અંબાજી પો સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નંબર ૫૭૮/૨૦૨૦ ઇ.પી કો.કલમ ૪૫૭,૪૫૪,૩૮૦,૧૧૪ મુજબના ગુનાના આરોપી ભાણાભાઇ ગલબાભાઇ બુંબડીયા રહે.રીંછડી ધાર તા.દાંતાવાળો છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો છે અને હાલ તેના ઘરે હાજર છે જે હકિકત મળતા રીંછડી ધાર ગામે સદરના ઘરે તપાસ કરતા મળી આવતા પકડી પાડી દાંતા પોસ્ટ ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

**પકડાયેલ આરોપી** (૧) ભાણાભાઇ ગલબાભાઇ બુંબડીયા રહે.રીંછડી ધાર તા.દાંતા **કામગીરી કરનાર કર્મચારીની ** (1)UPC દિગ્વિજયસિંહ રામસિંહ એ.સી.બી.શાખા પાલનપુર (2) UPC ઈશ્વરભાઈ ભીખાભાઈ એલ.સી.બી. શાખા પાલનપુર