સ્વાગત સપ્તાહ કાર્યક્રમને વર્ચ્યુલી નિહાળતા રાજ્યના શિક્ષણમંત્રી

જીએનએ ગાંધીનગર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત “સ્વાગત સપ્તાહ” કાર્યક્રમને રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વર્ચ્યુઅલ નિહાળ્યું હતું.

પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે સ્વાગત એ જનતા અને સરકાર વચ્ચેનો એક સુંદર સંવાદનો સેતુ છે. ભારતના પ્રધાનમંત્રીએ શરૂ કરેલ જનફરિયાદ નિવારણના સ્વાગત દ્વારા લોકોને સમસ્યાઓનું ઝડપી અને પારદર્શી રીતે સમાધાન મળી રહ્યું છે, આ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રીએ પણ નિભાવી રાખી છે અને તેને ઉત્તરોત્તર વધુને વધુ મજબૂત બનાવી છે. જેના થકી સામાન્ય માનવી સરકાર સુધી પહોંચી છે અને અંત્યોદયના માનવીની જિંદગીને સુખમય બનાવી છે.