નાગરિક અભિવાદન સમિતિ ગુજરાત દ્વારા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણનું જાહેર સન્માન કરવામાં આવશે.
જીએનએ અમદાવાદ: ગુજરાતના સપૂત અને ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વડપણ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીક શ્રીમાન હેમંતભાઈ ચૌહાણને પદ્મ પુરસ્કાર થી નવાજિત કરવામાં આવ્યા છે. ત્યારે શ્રી હેમંતભાઈ ચૌહાણનું જાહેર સન્માન કરવામાં આવે તે માટે બુદ્ધિજીવી વર્ગની એક અગત્યની બેઠક એનેક્ષિ, શાહીબાગ,અમદાવાદ ખાતે મળી હતી.
નાગરિક અભિવાદન સમિતિ ગુજરાતની યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે અમદાવાદ શહેરમાં આવેલ રિવરફ્રન્ટ ખાતે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને સન્માનિત કરવા માટે જાહેર સન્માન કાર્યક્રમ કરવામાં આવે તેમ જ શ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી થી સન્માનિત કરીને ગુજરાતને ગૌરવ અપાવા બદલ ભારત સરકારનો પણ જાહેર આભાર વ્યક્ત કરવામાં આવે બેઠકમાં ઉપસ્થિત લોકોએ સર્વનું મતે નક્કી કર્યું હતું કે શ્રી હેમંતભાઈ ચૌહાણને સન્માનિત કરવાના આ કાર્યક્રમ નું આયોજન નાગરિક અભિવાદન સમિતિ ગુજરાત થકી કરવામાં આવશે તેમજ નાગરિક અભિવાદન સમિતિ ગુજરાત ના અધ્યક્ષ તરીકે અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીની વરણી કરવામાં આવી હતી.
નાગરિક અભિવાદન સમિતિ ગુજરાતના અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારતા સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ દેશના વિવિધ ક્ષેત્રોમાં રહીને અલગ અલગ ક્ષેત્રોમાં પોતાના કૌશલ્ય થકી આગવી ઓળખ ઊભી કરનાર લોકોને સાચા અર્થમાં સન્માનવામાં આવે છે. ત્યારે આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીક કલાકાર શ્રી હેમંતભાઈ ચૌહાણનું પણ પદ્મશ્રી પુરસ્કાર થકી સન્માન કરવામાં આવ્યું છે ત્યારે આપણા સૌની સહિયારી ફરજ બને છે કે આપણે પણ ગુજરાતની પ્રજા શ્રી હેમંતભાઈ ચૌહાણનું જાહેર સન્માન કરીએ તેની સાથોસાથ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ જાહેર આભાર વ્યક્ત કરીએ.
એનેક્ષિ, અમદાવાદ ખાતે યોજાયેલ આમ બેઠકમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આત્મારામભાઈ પરમાર, અસારવાના જાગૃત ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલા સહિત અનેક આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે દ્રઢ નિર્ધાર સાથે હેમંતભાઈ ચૌહાણનું નાગરિક અભિવાદન સમિતિ ગુજરાતના ઉપક્રમે જાહેર સન્માન કરવાનું નક્કી કરાયું હતું.