બાબરીયાધાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં હાજરી આપતા શિક્ષણમંત્રી

જીએનએ એજન્સી: બાબરીયાધાર ખાતે સીસારા પરિવાર દ્વારા સ્વ. વીરાબાપાના મોક્ષાર્થે સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાની વ્યાસપીઠથી પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી “શ્રીમદ્દ ભાગવત સપ્તાહ” માં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કથાનું અમૃત શ્રવણ કરવાનો દિવ્ય લાભ મેળવતા ઉપસ્થિત રહ્યા હતા.

 

ભાગવતનું જ્ઞાન અને કૃષ્ણલીલાના પ્રસંગો આનંદની સાથે મનુષ્યના કોઈ પણ સમસ્યાના ઉકેલનો માર્ગ પ્રદર્શિત કરે છે, ત્યારે કથા શ્રવણ કરનાર સૌ શ્રોતાજનોનું જીવન મંગલમય રહે એવી અભ્યર્થના તેઓ દ્વારા કરાઈ હતી.