આણંદ ખાતે સમાજમાં ફરજ સાથે સાથે શ્રેષ્ઠ યોગદાન બદલ મહિલાઓ તેમજ મીડિયા જગતનું કરાયું સન્માન
જીએનએ અમદાવાદ: આણંદ ખાતે નારી સન્માન સમારોહ 2023નું આયોજન કરાયું જેમાં પોતાની ફરજ સાથે સાથે સમાજ માટે ઉપયોગી વિવિધ કાર્ય કરવા બદલ મહિલાઓ ઉપરાંત મીડિયા જગતના લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજમાં નારી તું નારાયણી એ વાતને મહિલાઓ પોતાના સમર્પણ દ્વારા સારી રીતે સાર્થક કરતી હોય છે આને આજે મહિલાઓ તમામ ક્ષેત્રે ઉભી રહેતા પોતાને સફળ પણ સાબિત કરી રહેલ છે 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી ત્યારે તેના ભાગરૂપે અમદાવાદના આણંદમાં એમપી ઓડિટોરિયમ ખાતે પોતાની ફરજ સાથે સાથે સમાજમાં સેવાકીય કાર્યો દ્વારા સમાજને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરતી મહિલાઓ માટે નારી સન્માન સમારોહ 2023નું ડૉ કલ્પેશ પટેલ, તંત્રી ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ તેમજ સીને મીડિયાના પ્રમુખ અને પાયલ બેન શાહ ધી બ્યુટી ટાઉન વડોદરાના દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મહેમાનો તરીકે આજ કી બાત ન્યૂઝના મેનેજિંગ પાર્ટનર હેમલતા દેસાઈ,ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જહાનવી વ્યાસ, સી વી એમ યુનિવર્સિટી ઇન્ચાર્જ રજિસ્ટર અજ્ઞનેશ્વરી અઢિયા , ગુજરાતી ફિલ્મના અભિનેત્રી યામિની જોશી અને ગ્રીવા કંસારા, મોડલ -અભિનેત્રી કિરણ પંચવાણી, ડો પારુલ શાહ, માનવાધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશ જોશો, જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન અમદાવાદ પ્રમુખ જય માડી પંકજ પંચાલ તેમજ અન્ય મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
11 કરતા વધુ વિવિધ કેટેગરીમાં મહિલાઓને તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ 100 થી વધુ મહિલાઓને નમસ્કાર ગુજરાત દૈનિક ,સીને મીડિયા ફાઉન્ડેશન, ધ બ્યુટી ટાઉન ને તનિષ્ક જવેલર્સ,જય માડી પંકજભાઈ પટેલના સહયોગથી ટ્રોફી પુરુસ્કૃત કરી સન્માનિત કરાઈ હતી તો બીજી તરફ મીડિયા જગતમાં પોતાનું યોગદાન આપનાર મીડિયાના પત્રકારોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સુરત એસ9 ન્યૂઝના ડાયરેકટર મોનીકા પરમાર, વડોદરાથી સોહિલ રાઠોડ સંચાલિત જીએનએ- ગુજરાત ન્યૂઝ એજન્સીના સીઈઓ સંજીવ રાજપૂત, ટુડે 24 ન્યૂઝ વતી સાગર ઝાલા અને સંજય ઝાલા, આણંદ ટુડે તંત્રી જગદીશ જીટોડીયા, સેક્યુલર ગુજરાતના તંત્રી નઝીર શેખ,ગુજરાત હેડલાઈન ન્યૂઝ વડોદરાના તંત્રી ગીરીશભાઈ પરમાર,ઓન્લી ન્યૂઝના મનીષભાઈ, પ્રાર્થના સંદેશના સાજીદ હલદરવા, તેમજ અન્ય ઉપસ્થિત પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમને સફળ બનાવવા ટ્રોફી સપોન્સર તનિષ્ક જવેલર્સ તાનેરીયા સાડી ,સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ બાકરોલ આણંદ, જય માંડી શ્રી નિધિ ફાઉન્ડેશન ,શ્રી રામ ટ્રીટમેનન્ટ રેકી માસ્ટર ડો.શૈલેશ પટેલ,નેચરલ ક્રાફટ ના માલિક જીગ્નેશ જીજુવાડિયા, ઉમ્મીદ વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ, ઓમ બેકરી કરમસદ, શ્રી ગોકુલેશ સહાયક સહકારી મંડળી લી.વડોદરા, વાઇબ્રન્ટ મલ્ટીમીડિયાના સીઈઓ રમેશ ઠાકોર, નિક ફિલ્મ્સ નિતેશ પંચાલ, તનિષ્ક જવેલર્સ, તનેરીયા સાડી પરિવાર, ધ બ્યુટી ટાઉન વડોદરા સમસ્ત પરિવાર. સીનેમીડિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ ડો.કલ્પેશ પટેલ, ટ્રસ્ટી નિમિષા જાની તેમજ સમસ્ત ટ્રસ્ટીઓના સહયોગ થી આ પ્રોગ્રામ સફળ બન્યો હતો.