જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામની સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર દ્વારા સમીક્ષા કરાઈ
સરકારી યોજનાઓનો લાભ છે વાળાના માનવી સુધી પહોંચી શકે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક દિવસે વર્કશોપનું પણ આયોજન કરાયું
જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં મનરેગા યોજના હેઠળ પ્રગતિમાં રહેલા વિવિધ કામોની ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર તેમજ તેમની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગની ફ્લેગશીપ યોજના મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) જેવી વિવિધ યોજના અંતર્ગતના પ્રગતિ હેઠળના કામો તેમજ પૂર્ણ કામોની રાજ્ય કક્ષાએથી સમયાંતરે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ થયેલ કામોની સમીક્ષા કરવામાં આવતી હોય છે. જે અન્વયે ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરથી સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર મનરેગા તેમજ તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તેમજ માળીયા હાટીના તાલુકામાં મનરેગા યોજના અંતર્ગતના પ્રગતિ હેઠળના તથા પૂર્ણ થયેલ કામો જેવા કે કાચા રસ્તા, ભૂગર્ભટાકા, સીસી રોડ, તથા કેનાલ સાફ-સફાઈના કામની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત અન્વયે સરકારની વિવિધ યોજનાનું અસરકારક રીતે અમલીકરણ થાય અને યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં વસતા છેવાડાના માનવી સુધી પહોંચે તથા યોજના થકી લોકોની સુખાકારીમાં વધારો થાય જીવન ધોરણ આવે એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
વિશેષમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ થતા મનરેગા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, મિશન મંગલમ સહિતની યોજનાનું સુચારું અમલીકરણ થાય તે હતુ થી એક દિવસીય વર્કશોપનું તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.