દંત્રાલ ગામે પુરવઠા વિભાગના ગોડાઉનમાં ચોરી મુદ્દે આવેદન આપ્યું

પોશીના તાલુકા દંત્રાલ ગામે આવેલા પુરવઠા વિભાગ ગોડાઉનમાં ચોરીના મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તાલુકા પંચાયત સહિત

ગ્રામજનો ઢોલ નગારા સાથે મામલતદાર કચેરી ખાતે જઈ દેખાવો કરી આવેદનપત્ર આપ્યું હતું

 

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તા 11 1 2023 ના રોજ પુરવઠા વિભાગના ગોડાઉનમાં ચોરી થઈ હતી તેની જાણ દંત્રાલ ગામના ગ્રામજનો અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા મામલતદારને જાણ કરવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી સીસીટી ફૂટેજ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી જ નથી જેથી સ્થાનિક અધિકારીઓને ચોરીની મિલીભગત હોવાની શંકા સાથે લોકો અનેક ચર્ચાઓ જોવા મળી છે

સાથે જ કસુર વારો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગ આંદોલન કરવામાં આવશે તેવી ગંભીર ચીમકી ઉ ચારી ગ્રામજનો ઢોલ નગારા સાથે મામલતદાર કચેરી આવેદન આપ્યું હતું

 

અહેવાલ કિરણ ડાભી ખેડબ્રહ્મા સાબરકાંઠા.