હત્યાં બાદ છેલ્લાં 10 વર્ષથી ભાગતો ફરતો આરોપી અંતે ઓડિસાથી ઝડપાયો, સુરત ક્રાઈમ બ્રાંચને મળી સફળતાં
પાંડેસરા વિસ્તારમાં હત્યાનાં ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 10 વર્ષથી નાસતાં ફરતા ઈસમને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વર્ષ 2013માં યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓડિસાનાં ગંજામ જિલ્લાં ખાતે જઈ આરોપીને ઝડપી પાડ્યો છે.સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે સુરતના પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલાં હત્યાનાં ગુનામાં સંડોવાયેલો આરોપી ગંજામ જિલ્લાં ખાતે ફરી રહ્યો છે. માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ ઓડિસાનાં ગંજામ જિલ્લા ખાતે ગઈ હતી અને ત્યાંથી આરોપી શિવા લક્ષ્મણ પાત્ર ને ઝડપી પાડ્યો હતો.પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ 2013માં સુરતનાં પાંડેસરા બમરોલી ચાર રસ્તા પાસે જાહેરમાં અગાઉ મિત્ર સાથે થયેલાં ઝઘડામાં વચ્ચે પડી છુટા પડાવ્યાં હતાં. તે વખતે પોતાની સાથે ગાળાગાળી ઝઘડો થયો હતો જેની અદાવત રાખી આ ઝઘડાનાં પંદરેક દિવસ બાદ પોતે બુધિયા રાઠોડ નામનાં ઇસમની હત્યા કરી હતીવધુમાં આરોપી આ હત્યા કર્યા બાદ પોલીસ પકડથી બચવાં નાસતો ફરતો હતો. આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડી તેને પાંડેસરા પોલીસને સોંપ્યો છે