ટ્રેલરની ટોલી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા ઈ.પોલીસ અધિક્ષ5થી મુકેશ ચૌધરી પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ તથા પોલીસ ઇન્સ્પેક્ટરથી ઝેડ.એન. ઘાસુરા નાઓ તરફથી ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ ખાનગી બાતમી હકીકત મળેલ કે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પંદર દિવસ અગાઉ તેમકો કોર્પ લીમીટેડ ગોડાઉન સર્વે નં.૩૧૬ નાની ચિરઈ તા.ભચાઉના ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલ ટ્રેલરની ટોલી નંગ ૦૨(બે)ની ચોરી કરેલ હોવાની હકીકત આધારે ત્રણ આરોપીઓને પક્ડી પાડી તેઓની પુછપરછ કરતા આરોપીઓએ રાદર ગુન્હો કરેલાની કબુલત આપતા આરોપીઓને ભચાઉ પો.સ્ટે. ફ.ગુ.૨.નં.-૧૧૯૯૩૦૦૪૨૩૦૦૮/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્હા – કામે અટક કરી મુદામાલ રીકવર કરવા તજવીજ કરવામાં આવેલ છે.

 

આરોપીઓ: (૧) સિરાજ સુલેમાન ઓસમાણ લુહાર ઉ.વ ૨૬ રહે.મોટા પીરની દરગાહ પાસે નાની ચિરઈ તા. ભચાઉ (૨) હાજી ભચુ હુશેન નાગડા ઉ.વ ૨૩ રહે.કુંભારવાસ નાની ચિરઈ તા. ભચાઉ (3) વસીમ અકરમ રમજુ લુહાર ઉ.વ ૨૩ રહે.મસ્જીદ ચોક નાની ચિરઈ તા. ભચાઉં

 

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરથી ઝેડ.એન.ઘાસુરા નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સથી કે.એન.સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.