રાજકોટના મહિલા ASIએ આરોપીને માર નહીં મારવાના અને તુરંત જામીન કરવાના રૂ.20 હજાર માંગ્યા’તા એએસઆઈ ગીતાબેન પંડ્યાને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા બાદ હવે રિમાન્ડ મેળવવા તજવીજ
ગઈ કાલે રાજકોટમાં મહિલા એએસઆઈ રૂ.10,000ની લાંચ લેતા ઝડપાયા હતા. જેની ધરપકડ કરી હવે રિમાન્ડ મેળવવા તજવીજ કરાઈ છે. માલવીયાનગર પોલીસ મથકના એએસઆઈ ગીતાબેન પંડયાએ અગાઉ રૂ.10,000 લીધા હતા, લાંચનો બીજો હપ્તો આપતા સમયે એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યા હતા જેને પગલે રાજકોટ પોલીસ બેડાંમાં ચકચાર મચી છે.
રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક વી.કે. પંડ્યાના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેર એસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચ.એમ.રાણા અને તેમની ટીમે આ સફળ ટ્રેપ ગોઠવી હતી. એસીબી દ્વારા જણાવાયું કે, રાજકોટ શહેર એસીબીને માલવીયાનગર પોલીસ સ્ટેશનના અનાર્મ મહિલા એ.એસ.આઇ.(વર્ગ-3), ગીતાબેન યસવંતકુમાર પંડયા (ઉ.વ.50)એ લાંચ માંગી હોવાની એક ફરિયાદ મળી હતી.
ફરીયાદી, તેમના પતિ તથા અન્ય વિરૂદ્ધમાં માલવિયાનગર પોલીસમાં મારામારી અંગેનો ગુન્હો દાખલ થયેલો તે ગુન્હાના કામે ફરીયાદીના પતિને અટક કરવાના બાકી હતા. જેથી ફરીયાદી આ ગુન્હાની તપાસ કરનાર મહિલા એ.એસ.આઇ. ગીતાબેનને મળતા ગીતાબેને ફરીયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવા અને માર નહીં મારવાના તેમજ તુર્ત જ જામીન પર મુક્ત કરી દેવાના અવેજ પેટે રૂ.20,000ની લાંચની માંગણી કરી હતી.અગાઉ ફરીયાદી પાસેથી રૂ.10,000 લઇ લીધા હતા અને અને બાકી રહેલ રૂ.10,000 ની રકમ આજરોજ આક્ષેપિતને ફોન કરી આપી જવા અંગેનો વાયદો કર્યો હતો.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. રાજકોટ શહેર ખાતે આવી ફરીયાદીએ પોતાની ફરીયાદ આપી હતી. જેના આધારે માલવીયાનગર પોલીસ મથકે ઇન્વેસ્ટીગેશન રૂમની અંદર ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ એએસઆઈ ગીતાબેન પંચની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ માંગી, સ્વીકારી ઝડપાઇ ગયા છે. એસીબીની ટીમે ગુનો નોંધી લાંચ લેનાર આરોપી ગીતાબેનની અટકાયત કરી હતી અને સુરેન્દ્રનગર એસીબી પીઆઈએ આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ ક
સુરેન્દ્રનગર એસીબી પીઆઈએ આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરી છે.