ગાંધીનગર SMCના ચંદખેડામાં દરોડા. 960 બોટલ દારૂ પકડ્યો. જવાબદાર કોણ?
જીએનએ અમદાવાદ: : ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલએ ચાંદખેડામાં દરોડા પાડ્યા છે જેમાંચાંદખેડામાંથી 960 દારૂની બોટલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે.. અનાજ અને પાર્સલની આડમાં લઇ જવાતો હતો દારૂ. દારૂના સપ્લાય માટે ખોટા બીલો પણ બનાવ્યા હતા. અન્ય બે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. 80 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ.કરી છે અને 5 લાખ 16 હજારનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયો.
આગાઉ પણ PCB એ ચાંદખેડામાંથી 70 પેટી દારૂ ઝડપયો હતો. બીજી વખત દારૂ પકડાતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે અને વહીવટદાર દ્વારા આ દારૂની હેરફેર માટે પરવાનગી અપાઈ હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કોણ છે આ વહીવટદાર જેના જોરે પોલીસ જ ખુલ્લેઆમ દારૂ વહેંચી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવા ખોટા સાબિત કરી રહી છે તે તો તટસ્થ તપાસ કરવામાં આવે ત્યારે જ ખબર પડશે.