સ્લેગ:- અંબાજીના કંટ્રોલ સંચાલકની ઘોર બેદરકારી, કાર્ડ ધારકે બે વખત કુપન લીધી પણ અનાજ મળ્યું નથી

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જેટલા કૌભાંડો ચાલે છે તેટલા કૌભાંડો કોઈ પણ તાલુકામાં ચાલતા નથી. દાંતા તાલુકામાં સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાનો આવેલી છે જેમાં સસ્તા અનાજની દુકાનના પરવાનેદારો ભારે ધુપ્પલબાજી ચલાવી રહ્યા છે. દાંતા તાલુકામાં ચાલતી ચર્ચા મુજબ રેશનકાર્ડ ધારકોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી. કાર્ડ ધારકો જેટલું અનાજ કંટ્રોલમાંથી મેળવે છે તે અનાજનું બહાર વજન કરવામાં આવે તો ધૂપલબાજી બહાર આવી શકે તેમ છે. દાંતા તાલુકામાં વૃષભ રાશી નો એક માથાભારે વ્યક્તિ બારોબાર અનાજની ગાડીઓ સગે વગે કરવામાં મોટું નામ ધરાવે છે. તાજેતરમાં તેને પોતાની પુત્રીના લગ્ન માં ભારે ખર્ચો કર્યો હતો.

ચોક્કસપણે કહી શકાય છે કે યાત્રાધામ અંબાજીમાં ગુલઝારીપુરામાં આવેલી સંસ્તા અનાજ ની દુકાન છેલ્લા કેટલાય દિવસોથી ખુલતી નથી અને આર કે દવે કંટ્રોલ સંચાલકની દુકાનમાં કાર્ડ ધારકો પુરવઠો લેવા પાવતી લઈને જાય છે ત્યારે આ દુકાન મોટેભાગે બંધ હાલતમાં જોવા મળે છે. અંબાજીના એક કાર્ડ ધારકે 25 નવેમ્બર ના રોજ કુપન લીધી હતી અને ત્યારબાદ બીજી કુપન 11 ડિસેમ્બરના રોજ લેતી હતી પરંતુ હજુ સુધી આ કાર્ડ ધારકને બે કુપનનો અનાજ પુરવઠો હજુ સુધી મળેલ નથી. કુપન ધારકો આર કે દવેની દુકાનમાં જાય ત્યારે દુકાન મોટેભાગે બંદ હાલતમાં જોવા મળે છે.

 

@@ દાંતા તાલુકામાં ભયંકર ભ્રષ્ટાચાર @@

 

એ દેખો ભગવાન તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન.

અંબાજીના કેટલાક કંટ્રોલમાં ચાલતી ભરી ધુપ્પલબાજી.ગરીબોનો કોળિયો છીનવી લેતા આવા કંટ્રોલધારકોની હવે ખેર નથી.ગરીબોના અનાજો માંથી પાંચ પાંચ કિલો વજન ઓછું આપતા કંટ્રોલધારકો નાં પરવાના રદ કરવા જોઈએ.