ભાજપા સમર્થન મંચ ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા બીજેપી ઉમેદવારોને જીતાડવા સમર્થન આપવામાં આવ્યું
*જીએનએ અમદાવાદ: ભાજપા સમર્થન મંચ ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા વિધાનસભાના ચૂંટણી ના સંદર્ભમાં અમરેવાડી વિધાનસભા, નિકોલ વિધાનસભા અને નરોડા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ત્રણેય વિધાનસભાના ઉમેદવાર શ્રી ને રૂબરૂ મળીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ભાજપા સમર્થન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મોહન સિંહ ભદોરીયાજી, રાષ્ટ્રીય સંયોજક શ્રી અશોકસિંહ પરીહારજી, ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી રવિશ રામચંદાની જી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સુનિલ પંચાલજી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી નરેશભાઈ દુલેરાજી, અમદાવાદ શહેર મહિલા મોરચા પ્રમુખ કુસુમબેન પટેલ જી, અમદાવાદ શહેર મહિલા મોરચા સંગઠન મહામંત્રી ભાવિકાબેન રાઠોડ તથા દરેક વોર્ડ ના પ્રમુખ મહામંત્રી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.