પ્રેસ અહેવાલ
માંડવી બીચ પર પ્રવાસીઓ ને કોઈ પાર્કિંગ ચારજિસ્ ન ચુકવવાના હુકમ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ભુજ નું ધાક બેસાડતો ચુકાદો.
માંડવી બીચ ઉપર સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા કચ્છ જિલ્લાના પ્રવાસીઓ તથા જિલ્લા બહારના આવતા પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસરની પાર્કિંગ ઉભી કરી નાહવા ધોવાની સગવડ ઊભી કરી પ્રવાસીઓ પાસેથી દેવાંગ અનંત દવે, કૈલાશ ગઢવી તથા લાલજી ધનજી રાબડીયા નામના અસામાજિક ગુંડા તત્વોની ટોળકી દ્વારા કચ્છ પ્રવાસે આવતા પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસર ઉભુ કરેલ માંડવી બીચ પર વાહન પાર્કિંગના 20/- રૂપિયા અને નાહવા ધોવાના 15/- રૂપિયા લેખે ગેરકાયદેસર લૂંટ ચલાવતા હોય ભુજના ફરિયાદી ઈશ્વર દાદલાની દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ભુજમાં ફરિયાદ કરતા તેમના તારીખ 20.8.2022 ના ચુકાદાથી પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ ચાર્જિસ ઉઘરાવવાનો બંધ કરવાના હુકમ કરેલ છે, જેની તામિલ કરવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી માંડવી દ્વારા તારીખ 21.10. 22 ના નોટિસથી સમગ્ર પાર્કિંગ વગેરે ઉઘરાવવાનો બંધ કરવાનો હુકમ કરેલ છે તે મુજબ તમામ કચ્છ જિલ્લાના અને બહારથી આવતા પ્રવાસીઓને વિનંતી છે કે કોઈપણ પ્રવાસીએ માંડવી બીચ પર પાર્કિંગના કોઈ ચાર્જિસ ચૂકવવાના હોતા નથી અને નહાવા ધોવાની કોઈપણ રકમ ચૂકવવાની હોતી નથી તો તે મુજબ સાવચેતી રાખી આવા ગુંડા તત્વોને પાર્કિંગ અને નહાવા ધોવાની સગવડના ચાર્જીસ આપવા નહીં. માંડવી નગરપાલિકાએ રોડ ની સામાં સાઈડમાં મફત આયોજન કરેલ છે તેનો લાભ લેવો
તમામ પ્રિન્ટ/ઈ મીડિયા તરફ જાણ તેમજ યોગ્ય જાહેરાત પ્રવાસીઓ જોગ કરવા પ્રેસ અહેવાલ રિલીઝ કરવા નમ્ર વિનંતી. ઉઘરાણી કરી તો મીડિયા મિત્રો ને સૂચિત કરવા તથા 7573831360 ઉપર પાર્કિંગ ની.પાવતી વોટસ પર.મોકલી આપવી.
બિડાણ : મામલતદાર શ્રી માંડવીની નોટિસ નકલ