જામનગર શહેરમાં પાઇપલાઇન ફીટીંગનું સ્થળ નિરીક્ષણ કરતા જેએમસી વોટર વર્કસ વિભાગના અધિકારીઓ

 

જીએનએ જામનગર: મહાનગરપાલિકામાં વસ્તી વિસ્તાર વધતા શહેરમાં અનેક નવી સોસાયટીઓ નું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ,આ તમામ નવા રહેણાંક વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સ્થાનિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગ હંમેશા પ્રયત્નશીલ રહે છે.

જામનગર મહાનગરપાલિકા ની હદવિસ્તારમાં નવા વિકસિત થતા વિસ્તારોમાં વોટર વર્કસ વિભાગ દ્વારા પાઇપલાઇન ફીટીંગ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં સામત પીર એરિયામાં વોટર વર્કસ વિભાગ દ્વારા 150 એમએમ ડાયા ની પાઇપલાઇન ફીટીંગ ની કામગીરી હાલ ચાલી રહી છે, તેમજ મહાપ્રભુજીની બેઠક ઝોનમાં પાઇપલાઇન ફીટીંગ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે શહેરના નવા વિસ્તારોમાં 250 એમએમ ડાયા અને 150 mm ડાયા ની પાઇપલાઇન ફીટીંગ વોટર વર્કસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે ,

આ કામગીરીનું જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી શ્રી પી.સી. બોખાણી સાહેબ અને નાયબ એન્જિનિયર શ્રી નરેશભાઈ પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સ્થળ નિરીક્ષણ દરમિયાન પાઇપલાઇન ફીટીંગ વિશે યોગ્ય ઊંડાઈ જાળવી રાખવા સહિતની બાબતો ની ફીટીંગ કરતા કર્મચારીઓને સૂચન આપવામાં આવી હતી.