અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત રોજગાર/એપ્રેન્ટિશીપ નિમણુક, પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો


મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજયકક્ષાના
કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું

અમરેલી, તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ (સોમવાર) અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત રોજગાર/એપ્રેન્ટિશીપ નિમણુક, પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી ખાતે યોજવામાં આવ્યો હતો.


અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન જલ્પેશભાઈ મોવલીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રતિકાત્મક રોજગાર નિમણુકપત્રો તથા એપ્રેન્ટિસીપ કરારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ચાલી રહેલા મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતુ. રાજયકક્ષાએ મુખ્યમંત્રીશ્રી તથા જિલ્લા કક્ષાએ મહાનુભાવશ્રીઓ અને પદાધિકારીશ્રીઓના વરદ હસ્તે રોજગાર/એપ્રેન્ટિસીપ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
રોજગારવાંચ્છું ઉમેદવારોને રોજગારી આપવામાં મદદરુપ થવાના ઉદ્દેશ્ય સાથે રોજગાર કચેરી અમરેલી તથા જિલ્લાની આઈ.ટી.આઈના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના અલગ અલગ તાલુકા મથક પર અને જિલ્લા કક્ષાએ ચાલુ નાણાકીય વર્ષમાં રોજગાર તથા એપ્રેન્ટિસીપ ભરતી મેળા પણ યોજવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી વિપુલભાઇ દુધાત, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, શ્રી સંજયભાઈ રામાણી, પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રજાપતિ, નોડલ આઈ.ટી.આઈ અમરેલીના પ્રિન્સીપાલશ્રી એમ.એસ.પટેલ, જુદી-જુદી આઈ.ટી.આઈના આચાર્યશ્રીઓ, રોજગાર કચેરી, વાહન વ્યવહાર કચેરી, શ્રમ આયુક્ત અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી-કર્મચારીશ્રીઓ, રોજગારવાંચ્છુઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યા ૦૦૦