સુપ્રસિદ્ધ મંદિર સાયરા શ્રીમોટાયક્ષના મેળામાં માનવ મહેરામણ ઊમટ્યું

૦૦૦૦૦

કચ્છના સૌથી મોટા મેળામાં કચ્છની લોક સંસ્કૃતિની ઝલક જોવા મળી લોકોએ માહિતીના વિવિધ સાહિત્ય પ્રકાશનોને રસભેર નિહાળ્યા.

માહિતી ખાતાની કચ્છ-ભુજ ટીમ દ્વારા સરકારની વિવિધ યોજનાઓના પ્રસાર પ્રચાર માટે ગુજરાત પાક્ષિક મેગેઝિન સહિત વિવિધ સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરાયું

સાહિત્ય વાંચન અને વિતરણમાં પણ યુવાનો અને લોકોએ રસ દાખવ્યો

૦૦૦૦૦

ભુજ, બુધવાર

 

છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાકાળના કારણે આ સમય દરમિયાન ગુજરાતભરના લોકમેળા બંધ રહ્યા હતા. હવે આ વર્ષે પુન: પ્રારંભ લોકમેળો માણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છમાં પણ કચ્છના સૌથી મેળા સુપ્રસિદ્ધ મંદિર સાયરા મોટાયક્ષના મેળામાં કચ્છની લોક સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી .

કચ્છના અબડાસા વિસ્તારના નખત્રાણા તાલુકામાં સાયરા ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક મંદિર શ્રીમોટાયક્ષદાદા આસ્થાનું અનેરું મહત્વ ધરાવે છે. તા. ૧૧ થી ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી યોજાએલ ચાર દિવસીય લોકમેળો માનવમેદનીના ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ભરાયો હતો.

 

વહેલી સવારથી મેળો માણવા માટે કચ્છ અને સૌરાષ્ટ્રથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ મેળામાં કચ્છની પરંપરાગત લોક સંસ્કૃતિની ઝલક અને ભાતીગળ કચ્છ પહેરવેશમાં લોકોએ શ્રી મોટાબોંત્તેરયક્ષ દાદાના દર્શન કરીને લોકમેળાને માણતા જોવા મળ્યા હતા.

આ મેળામાં માહિતીખાતાની કચ્છભુજની ટીમ દ્રારા સરકારી યોજનાના પ્રસાર પ્રચાર અર્થે ગુજરાત પાક્ષિક મેગેઝિન સહિતના વિવિધ સાહિત્યનું અને વિશ્વાસથી વિકાસયાત્રા તેમજ વંદે ગુજરાત સહિતના અન્ય લોકકલ્યાણકારી યોજનાના પેમ્ફલેટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.

મેળો માણવા આવેલા યુવાનો અને લોકોએ રસ સાહિત્ય વિતરણમાં અને સાહિત્ય વાંચવામાં પણ રસ દાખવ્યો હતો. સ્થાનિકો તેમજ આસપાસના ગ્રામ્ય લોકોએ પણ આ સાહિત્ય પ્રત્યે પોતાની રુચિ બતાવી હતી.

હેમલતા પારેખ