રોડ કનેક્ટિવિટી વધવા સાથે રુદ્રમાતા ડેમ નર્મદાના નીરથી ભરાઈ જતા ખેડૂતો અને માલધારીઓ સમૃદ્ધ બનશે- વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્ય

વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યએ રૂ.1.40 કરોડના ખર્ચે બનનારા તેજાણી અને ધનાણી વાંઢના રસ્તા નું ખાતમુર્હુત કર્યું

રોડ કનેક્ટિવિટી થકી કચ્છના પશુપાલકો સમૃદ્ધ થયા છે- જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલ બેન કારા
ભુજ ,સોમવાર


મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સુમરાસર શેખ ગામે તેજાણી અને ધનાણી વાંઢને જોડતા રૂ. 1.40 કરોડના ખર્ચે બનનારા રસ્તાનું વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્યએ ખાતમુર્હુત કર્યું હતું.


આ પ્રસંગે સુમરાસર શેખ ગામે યોજાયેલા કાર્યક્રમમાં ડો. નીમાબેન આચાર્ય ગ્રામજનોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, પાવર પટ્ટીમાં મોટાભાગના રસ્તાઓના કામ થઈ જતા આ વિસ્તારના માલધારીઓ અને પશુપાલકોને ખૂબ જ ફાયદો થયો છે .તેમણે ઉમેર્યું હતું કે , આ વિસ્તારના રુદ્ર માતા ડેમને નર્મદાના નીરથી ટૂંક સમયમાં ભરી દેવામાં આવશે જેના કારણે ખેડૂતો અને પશુપાલકો બંને લાભાન્વિત થશે. તેમણે જણાવ્યું હતું કે , ઢોરીમાં સીએચસીનું નિર્માણ કરાયા બાદ હવે સુમરાસર શેખ ગામમાં પણ પીએચસીની માંગણીને ટૂંક સમયમાં મંજૂરી અપાશે. તેમણે ગામના ચોકમાં ઇન્ટરલોક કરવાની જાહેરાત પણ કરી હતી. આ સાથે તેમણે ચોકનું બ્યુટીફિકેશન કરી અને ગ્રામ પંચાયતને વધુમાં વધુ વૃક્ષો વાવવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે તેમને ઉમેર્યું હતું કે આ વિસ્તાર સરહદી હોવાથી અહીં એક એક વ્યક્તિને આઝાદીનું મૂલ્ય સમજાય તે જરૂરી છે .
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારાએ જણાવ્યું હતું કે , આ વિસ્તારમાં પશુપાલકોની સંખ્યા વધુ હોવાથી રોડ કનેક્ટિવિટી હોવી ખૂબ જરૂરી છે આ બાબતને ધ્યાને લઈને જ આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષશ્રી સતત પ્રયાસ કરીને આ વિસ્તારમાં અનેક રસ્તાના ખાતમુર્હુત અને રસ્તાઓને લોકાર્પીત કર્યા છે. રોડ કનેક્ટિવિટી થકી જ કચ્છના પશુપાલકો સમૃદ્ધ થયા છે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાડે સ્વાગત પ્રવચન સાથે ગામના સરપંચશ્રી રણછોડભાઈ યાદવરાજે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી નું ગામના વિવિધ સમાજના આગેવાનો તથા ગામના અગ્રણીઓ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી એ તિરંગા બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી તથા ગ્રામજનોને તિરંગા નું વિતરણ કર્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઈ મેરીયા , ઉપસરપંચ સુનિલભાઈ મેરીયા, ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ભાણાભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા મામદભાઈ રહીમ જત, હરિભાઈ ગાગલ, વિરામભાઈ આહીર, આદમ ભાઈ શેખ, ભીમજીભાઇ પટેલ, શિવજીભાઈ આહીર, ગની ભાઈ કેવર, કરમણભાઈ ચાડ, પુજાભાઈ આહીર, આમદભાઈ નોતિયાર, વેરાભાઈ મેરીયા, ભારાભાઈ ભીમાણી, હીરાભાઈ સુથાર, ઢોરીના સરપંચ ગોપાલભાઈ કાગી, કુનરીયાના સરપંચ સુરેશભાઈ છાંગા, જુરાના સરપંચ તુષારભાઈ ભાનુશાલી વગેરે ગામના સર્વશ્રી અઆગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
જીજ્ઞા વરસાણી