પશ્ચિમ_કચ્છ_પોલીસ
આજરોજ જખૌ પોલીસ સ્ટેશન, પશ્ચિમ કચ્છ-ભુજ આયોજીત
e-FIR અવેરનેસ પ્રોગ્રામ શ્રી બી બી ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, નખત્રાણા વિભાગની અધ્યક્ષતામાં વાંકુ ખાતે રાખવામાં આવેલ.
જેમાં વાંકુ ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ઉપસરપંચ તથા પૂર્વ સરપંચ તથા અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ રામસંગજી જાડેજા, વાંકુ હાઇસ્કુલ ના આચાર્યશ્રી સોઢા સાહેબ, વાંકુ હાઇસ્કુલના શિક્ષકો, વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ અને વાંકુ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ e-FIR બાબતે અવેરનેસ હતો, જે અંતર્ગત હાઇસ્કુલના વિદ્યાર્થીઓ, વાંકુ ગામના આગેવનોને ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી SMART પોલીસિંગના ભાગરૂપે તારીખ 23/ 7 /2022 ના રોજ લોન્ચ કરવામાં આવેલ e-FIR જે સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ એપ અંતર્ગતની 14 સુવિધામાં વધુ એક સુવિધા ઉમેરવામાં આવી, જે વિશે શ્રી બી બી ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, નખત્રાણા વિભાગ તથા એમ એચ પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જખૌ તરફથી વિસ્તૃત માહિતી આપવામાં આવી.
તે સિવાય ગુજરાત પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે સુરક્ષા સેતુ યોજના, તથા સાઇબર અવેરનેસ વિશે તમામ સ્ટુડન્ટ્સ અને અન્ય લોકોને માહિતગાર કરવામાં આવ્યા