અમદાવાદ ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્રારા e FIR પ્રોજેકટની માહિતી અંગે કાર્યક્રમ યોજાયો
જીએનએ અમદાવાદ: અમદાવાદ ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા શેઠ સી એલ કોમર્સ કોલેજ અને વિધાલય, ગોમતીપુર ખાતે e FIR પ્રોજેકટની માહિતી અંગે કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદ ગોમતીપુર પોલીસ સ્ટેશન તરફથી ઈ એફ.આઈ.આર એપ્લીકેશન પ્રોજેક્ટ અતર્ગત કાર્યક્ર્મ આયોજિત કરવામાં આવ્યો હતો જે કાયક્ર્મમાં મદદનીશ પોલીસ કમીશ્નર “આઇ” ડીવીઝન એન.એલ.દેસાઇ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ. જે પાંડવ, પીએસઆઇ બી.બી સીંગ તથા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ તેમજ કોલેજ સ્કુલના શિક્ષકો તથા વિર્ધાથીઓ હાજર રહ્યા હતા.
આ એપ્લીકેશનની સંપુર્ણ માહિતી મદદનીશ પોલીસ કમીશ્નર દ્રારા વિર્ધાથીઓને પ્રોજેકટર મારફતે માહિતી પુરી પાડવામાં આવેલ જેમાં એફ.આઈ.આર કઈ રીતે કરવી અને એફ.આઈ.આર કર્યા પછી તેની પ્રક્રિયાની રીત સમજાવામાં આવી હતી તો બીજી તરફ તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ આની ઝીણવટભરી માહિતી મેળવી હતી.