નર્મદા જિલ્લામા દેડીયાપાડા તાલુકામાં સવા ચાર ઇંચ(110મિમિ )વરસાદ.
સાગબારા તાલુકામાંસવા બે ઇંચ (૬૧ મિ.મિ.), તિલકવાડા દોઢ ઇંચ (૩૮ મિ.મિ), ગરૂડેશ્વર તાલુકામાં -પણ દોઢ ઇંચ (૩૬ મિ.મિ.) વરસાદ
મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો– ૨૧૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરેરાજપીપલા,તા.1
નર્મદા જિલ્લામાં તા.૦૧ લી જૂલાઇ, ૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૧૧૦ મિમી(સવા ચાર ઇંચ )
વરસાદ નોંધાયો છે. આ સિવાય સાગબારા તાલુકામાં–સવા બે ઇંચ (૬૧ મિ.મિ.), તિલકવાડા તાલુકામાં- દોઢ ઇંચ (૩૮ મિ.મિ)ને ગરૂડેશ્વર તાલુકામાં -પણ દોઢ ઇંચ (૩૬ મિ.મિ.) વરસાદ
સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૫૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૧૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે ગરૂડેશ્વર તાલુકો -૧૭૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૩૫ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, સાગબારા તાલુકો- ૯૭ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો- ૨૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૧૪.૫૧ મીટર, કરજણ ડેમ-૧૦૨.૭૨ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૦.૪૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૭૮.૯૫ મીટરની સપાટી રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા