ઉદયપુર ઘટનનો અમદાવાદ AHP દ્વારા આવેદન આપી કરાયો વિરોધ
જીએનએ અમદાવાદ: : ઉદયપુરમાં જેહાદી તત્વો દ્વારા યુવાનની હત્યા મામલે આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા આવેદન પત્ર અપાયું.
ગઈકાલે ઉદયપુરમાં જેહાદી તત્વો દ્વારા નૂપુર શર્માના સમર્થનમાં મેસેજ કરનાર હિન્દુ યુવાનની તેની જ દુકાનમાં સરેઆમ નિર્મમ હત્યા કરવામાં આવી છે જેના પડઘા દેશભરમાં ઠેર ઠેર પડી રહ્યા છે ત્યારે આ ક્રુર હત્યા અંગે જેહાદી તત્વોને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ફાંસીની સજાની જોગવાઈ કરવા માટે ભારત સરકારને આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અમદાવાદ મહાનગર ટીમ દ્વારા અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
જેમાં AHPના બિપિન પંચાલ, નેહલ શાહ સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સુત્રોચાર સાથે જોડાયા હતા અને સરકારને દોષિત ઠેરવી અને આવા તત્વોને તાત્કાલિક કાર્યવાહી કરી કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.