અષાઢી બીજના દિવસે રાજપીપળામાં રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે
ભક્તો રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવશે.
હિન્દૂ મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરાશે.
રાજપીપલા, તા 29
રાજપીપળામાં
અષાઢી બીજના દિવસે અત્રે
રાધાક્રિષ્ન મંદિરેથી ભગવાન
જગન્નાથની રથયાત્રા નીકળશે.
રાજપીપલા સ્ટેશન રોડ પર
આવેલા રાધાકૃષ્ણ મંદિરેથી
છેલ્લા ત્રીસ વર્ષથી રથયાત્રા
નીકળે છે જે ચાલુ વર્ષે પણ
પહેલી જૂન અષાઢીબીજ ના રોજ નીકળશે.જેમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેનસુભદ્રાને લઈ યાત્રામા ભક્તો રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવશે.રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે.
આ રથયાત્રા રિમાન્ડહોમ લોન
ટાવર, દરબારોડ , આશાપુરી
મંદિર, કાછીયાવાડ થઈ સ્ટેશન
રોડ રીને મંદિરે પરત આવશે.
રથયાત્રા મા કળશ કન્યાઓ પણ શોભાયાત્રામા જોડાશે. જેમાં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરાશે. રથયાત્રા દરમ્યાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
તસ્વીર :દીપક જગતાપ,રાજપીપલા