ક્રિકેટર રવીન્દ્રસિંહ અને રિવાબા જાડેજાની લાડકી દીકરીના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

જામનગર: જામનગર ખાતે ક્રિકેટર રવીન્દ્રસિંહ અને રિવાબાની લાડકી દીકરી નિધ્યાનાબા જાડેજાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

તારીખ 8 જૂનના રોજ જામનગરના આશીર્વાદ રિસોર્ટ ખાતે ક્રિકેટર રવીન્દ્રસિંહ અને રિવાબા જાડેજાની લાડકી દીકરી નિધ્યાનાબા જાડેજાના જન્મદિવસે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે સર્વે જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારની 3 થી 6 વર્ષની 101 દીકરીઓ માટે કેન્દ્ર સરકારની સુકન્યા યોજના હેઠળ 11 હજારની રકમ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી જમા કરાવી હતી અને સાંજે નિધ્યાનાબાના જન્મદિવસની ઉજવણી રૂપે આ દીકરીઓને પરિવાર સાથે રિસોર્ટ ખાતે એકત્ર કરી તમામને તમામ રાઈડ્સ સાથેના આનંદ માણવા સાથેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

જ્યાં આ દિકરીબાઓ સાથે નિધ્યાનાબા એ જન્મદિવસ હર્ષોઉલ્લાસથી ઉજવ્યો હતો. આ પ્રસંગે ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા રિવાબા જાડેજા સહિત પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ રિવાબા દ્વારા પણ નિધ્યાનાબા જાડેજા ના જન્મદિવસની કેક ઉપસ્થિત દિકરીબાઓને ખવડાવી તેમના મો પર સ્મિત રેલાવ્યું હતું બાળકોએ અવનવા કાર્ટુન મોટું પતલું, જોકર, તેંમજ વિવિધ ગેમ્સ અને રાઈડ્સ ને મણી હતી તો બીજી તરફ દિકરીબાઓના વાલીગણે પણ રિવાબા દ્વારા કરવામાં આવેલ આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને આશિષ પાઠવ્યા હતા.