અમરેલી તાલુકા પો.સ્ટે.ના ખુનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જમીન ઉપર છૂટીને ફરાર થઇ ગયેલ પાકા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા લમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૧, આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭ વિ. મુજબના ગુનાના કામે નામદાર એડી.સેશન્સ કોર્ટ, અમરેલી દ્વારા આજીવન કેદની સજા થતાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ પાકા કામના કેદીને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.૨૪/૦૪/૨૦૨૨ થી તા.૦૮/૦૫/૨૦૨૨ એમ દિન-૧૫ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ. મજકુર કેદીને તા.૦૯/૦૫/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે રાજકોટ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો. આ કેદી જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે બસસ્ટેશન પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમી મેળવી આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીને પકડી પાડી, બાકી રહેતી સજા ભોગવવા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ પાકા કામના કેદીની વિગતઃ લખધીરસિંહ ઉર્ફે ભીખો કાળુભાઇ સરવૈયા, ઉં.વ.૪૨, રહે.ચિત્તલ, તા.જિ.અમરેલી, પાકા કામના કેદી નંબર ૪૬૭૫૭, રાજકોટ મધ્યસ્થ જેલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી