માંગરોળ ખાતે ભરડા પરિવાર દ્વારા ” માતૃ વંદના સ્વરાંજલિ ” સત્સંગ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં મુરલીધર ફાર્મ હાઉસ ખાતે ભરડા પરિવાર દ્વારા ” માતૃ વંદના સ્વરાંજલિ ” સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
માંગરોળ ખાતે ભરડા GTPLકેબલ નેટવર્ક ધરાવતા એવા શ્રી રાકેશભાઈ ભરડા તેમજ અતુલભાઈ (લાલાભાઈ) ભરડા પરિવાર દ્વારા વ્હાલી માઁ “ગૌ.વાસી પૂ.હદસ્થ હીરામાઁ ” ની વારસિક પ્રથમ પુણ્યતિથિ નિમિતે ” માતૃ વંદના સ્વરાંજલિ ” સત્સંગ નું આયોજન માંગરોળ મા આવેલ મુરલીધર ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું
” માતૃ વંદના સ્વરાંજલિ ” સત્સંગ ના કાર્યક્રમમાં સૈરાષ્ટ્રના પ્રખ્યાત રાજુભાઇ ભટ્ટ તથા નિરૂબેન દવે એ તેમની મધુર વાણી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી
કાર્યક્રમ ની શરુઆત ભારતીય પરંપરાઓ અનુસાર દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ
ત્યાર બાદ પરિવાર જનો તમેજ આમંત્રિત મહેમાનો દ્વારા સ્વ.હીરાબા ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
ત્યારબાદ ડો.શ્રી રાજેશ સાંગાણી સાહેબ દ્વારા ભૂતકાળ વાગોળી સ્વ. હીરાબેન ભરડા ના સ્તકાર્યો ની ખુબજ પ્રશંસા ઓ કરી હતી
સ્વ.હીરા માઁ જીવન એવું જીવી ગયા કે જોનારા જોયા કરે,
કર્મ સદાચ ઍવા કર્યા કે સૌના હૃદયમાં ગુજયા કરે,
ધર્મ કદી ભુયા નહીં , વ્યવહાર કદી ચુકયા નહી,
સુખ – દુખમાં સદાય હસતાં રહ્યાં, પરોપકારી જીવન જીવી ગયા,
આપના સદગુણો, સરકાર અને આત્મબળ અમારામાં રહે એજ ભાવના સાથે ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પી બે મિનિટનું મૌન પાડી
પ્રભુ સદગતના
પવિત્ર આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરવામાં આવી હતી
ભરડા પરિવાર ના માતુશ્રી સ્વ.હિરાબા ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે રાજુ ભટ્ટ,નિરૂ દવે,અવધ ભટ્ટ સાથી કલાકાર જુનાગઢ પ્રસ્તુત સ્વરાંજલી
“મહા હેત વાળી દયાળી જ મા તું ”
હાજર સહુ કોઈ ની આંખો માંથી અશ્રુ ઓની ધારાઓ વહેતી થઈ ગયેલી
માતૃવંદના સ્વરાંજલિ સત્સંગ ના આ કાર્યક્રમમાં
ગૌ સંવર્ધન અને પશુપાલન મંત્રી શ્રી દેવાભાઈ માલમ,સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા,સોમનાથ ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા,મામલતદાર સાહેબ શ્રી માંગરોળ,નગરપાલિકા પ્રમુખ મો.હુસેન જાલા,શહેર ભાજપ પ્રમુખ શ્રી લીનેશભાઈ સોમૈયા,શ્રીમેરામણ ભાઈ યાદવ,ડો.રાજેશભાઇસાંગણી,ડો. ભાવિન છત્રાળા,ડો.બિપિન સાપોવાડિયા,રાજભા,રામજીભાઈ ચુડાસમા
જિલ્લા ભાજપ ઉપ.પ્રમુખ શ્રી રામસિંહ ભાઈ ડોડીયા,માનસિંગભાઈ ડોડીયા,મનોજ વિઠલાણી,ડો.બામણિયા સાહેબ,કેશોદ
સહિત ના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો,પત્રકાર મિત્રો તેમજ ભરડા પરિવારના સ્નેહીજનો ઉપસ્થિત રહયા હતા
કાર્યક્રમ નું ખુબજ સુંદર સંચાલન નગર સ્વર તરીકે જેમનું નામ ખુબજ દૂર દૂર સુધી લેવામાં આવતું હોય છે અને કોઈપણ કાર્યક્રમમાં જેમની હાજરી માત્રથીજ ચાર ચાંદ લાગી જતા હોય છે એવા જાણીતા ઉદઘોસક શ્રી રમેશભાઈ જોશી તેમજ એવાજ જાણીતા એવા શ્રી વિજયભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ શ્રી રાકેશભાઈ ભરડા દ્વારા કરવામાં આવિહતી
આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ જી.ટી.પી.એલ અને ભરડા કેબલ ના માઘ્યમ થી 750 જેટલા ગામોમાં થયું હતું જેમાં અસંખ્ય દર્શકો જોડાયા હતા
રિપોર્ટર:- હિરેન ચૌહાણ