આવતીકાલે ૭ મે ના રોજ યોજાનાર રોજગાર ભરતી મેળો અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રખાયો
અમરેલી, તા. ૫ મે
અમરેલી રોજગાર કચેરી દ્વારા આવતીકાલે તા. ૭/૦૫/૨૦૨૨ના સવારે ૯:૩૦ કલાકે કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી ખાતે આયોજિત જિલ્લા ક્ક્ષાનો રોજગાર ભરતીમેળા કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે. આ જિલ્લા કક્ષાના ભરતીમેળા કાર્યક્રમનું આયોજન નિર્ધારિત થયેથી તારીખ,સમય અને સ્થળની નવેસરથી જાણ તેમજ બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે જેની નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના રોજગાર સેતુ કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવાનો રહેશે.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી