અમદાવાદ: ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે “અમદાવાદ શહેરમાં અર્બનનગર રખીયાલ બાપુનગરમાં રહેતાં મુત્ઝર હુશેન ઉર્ફે પપી નાજીર હુશેન શેખ નામનો માણસ મકાન ભાડે રાખીને બે માણસો પગારદાર તરીકે રાખી મકાનની અંદર ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી સદર જગ્યાએ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે” તે માહિતી આધારે તા. ૨૭ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરી,
ભારતીય બનાવટની વિદેશી દારૂ, કુલ કિં.રૂ. ૩,૪૨૫/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૧,૩૨,૧૧૫/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ ૦૭ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ શહેરના રખીયાલ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પકડાયેલ ૦૭ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ પાસેથી રૂ . ૩,૪૨૫ / – કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મળીને કુલ રૂ . ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.