વૈશ્વિક સૌંદર્ય પ્રતિયોગીતામાં ‘અર્થ ઈન્ટરનેશનલ” ટાઈટલ જીતી બિનલ બિન્ની ભટ્ટે ભારતનું નામ રોશન કર્યું

આપણા ગુજરાતના અમદાવાદના બિનલ ભટ્ટે મિસ “અર્થ ઈન્ટરનેશનલ 2022” ટાઈટલ જીત્યુ હતું. દર વર્ષે લાસવેગાસ અમેરીકામાં યોજાતી “મિસ એન્ડ મિસીસી અર્થ” પ્રતિયોગિતા આ વખતે કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજવામાં આવી હતી. જેમાં સિંગલ મધર કેટેગરીની અંદર 40 દેશોના કન્ટેસ્ટન્ટને પાછળ મુકી બિનલ બિન્ની ભટ્ટે “મિસ અર્થ ઈન્ટરનેશનલ 2022″નું ટાઈટલ જીત્યા હતા અને ભારત દેશને વધુ એક ગૌરવ તેમને આ ટાઈટલ જીતીને અપાવ્યું હતું. બિનલ ભટ્ટ કે જેઓ બિન્ની ભટ્ટના હુલામણા નામથી ઓળખાય છે. એક સિંગલ મધર્સની સાથે સાથે તેઓ એક આંત્રપ્રીન્યોર પણ છે, તેઓ તેમના જીવનમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને પોતાના રોલ મોડલ માને છે.

તેમનું માનવું છે કે, હંમેશા પોતાની જાત પર જીવનમાં વિશ્વાસ રાખવો જોઈએ એજ સૌથી અગત્યનું છે આ વિશ્વાસ જ તમને ધારી સફળતા અપાવે છે. તે અને તેમના પતિ છેલ્લા 11 વર્ષથી અલગ થઈ ગયા છતા પોતાના દિકરા માટે તેમજ એક સમાન વ્યવસાયના કારણે તેમના પતિ સૂરજ શર્મા સાથે તે 4 વર્ષથી પ્રોફેશનલી જોડાયેલા છે.

“મિસ એન્ડ મિસીસ અર્થ 2022” પ્રતિયોગીતા વિશે જણાવતા તેમણે કહ્યું કે, આ પેજન્ટ છેલ્લા 14 વર્ષથી લાસવેગાસમાં થાય છે. 2019માં વિઝા રીન્યુ ના થવાના લીધે તેઓ જઈ શક્યા નહોતા. ત્યાર બાદ કોરોનાના કારણે બે વર્ષથી આ પેજન્ટ થઈ શકી નહોતી જેથી માઈકલ સ્ટેફોડ દ્વારા યોજાતી મિસ એન્ડ મિસીસ પેજન્ટનું વર્ચ્યુઅલ અનાવરણ થયું હતું.

નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડ, ઈવનિંગ ગ્રાઉન્ડ રાઉન્ડ સાથે દરેક કન્ટેસ્ટન્ટના લાઈવ ઈન્ટરવ્યુ થયા હતા. જજીસ પેનલમાં લોરેના રોસલ ફોર્મર મિસીસ અર્થ, સાન સ્પાર્ક સો યુ થીંકના કોરીયોગ્રાફર અને અમેરીકા બેસ્ટ સ્ક્રૂના જજ ડૉ. રોઝ મરીન અને એલેક્ઝેવીયર સહિતના મહાનુભાવો ત્યાં જ્યુરી તરીકે હાજર રહ્યા હતા.

લાઈવ ઈનટરવ્યૂમાં તેમને આ દિગ્ગજોના અનેક સવાલોના જવાબ આપતા જજિસ પણ તેમની આ વાતથી મંત્રમુગ્ધ થયા હતા. આસોપાલવ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિઝાઈન વેર અને સાલિભદ્રના ઘરેણાથી નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં તેમને મેદાન માર્યું હતું તેમજ સ્વિમ સૂટ રાઉન્ડમાં પણ તેઓ ફર્સ્ટ આવ્યા તેમજ ઈવનિંગ ગ્રાઉન્ડ રાઉન્ડમાં પણ તેમને ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમની જીતનો શ્રેય તેઓ તેમના દિકરા અને માતાને આપે છે.

 

સાથે જ સ્પોન્સર્સ આસોપાલવ, ગુલમહોર ગ્રીન ગોલ્ફ ક્લબ, સખીયા સ્કિન ક્લિનિકના ડૉ. જગદિશ સખિયા, ફરીન જાફરી સારા મેકઅપ એકેડમી, માર્શલ જીન, હોમ મેડ ફિલ્મ પ્રોડક્શનના અપૂર્વ બાજપાયી તથા માધવનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમને તેમના પતિ સૂરજ શર્માનો પણ ખૂબ આભાર પ્રગટ કર્યો હતો. સાથે ના રહેવા છતા પણ ખૂબ સારી રીતે સપોર્ટ આપ્યો જેથી તેઓ આ પ્રતિયોગીતા જીતી શક્યા